ઇન્દિરા નૂઈ ફોર્ચુની યાદીમાં દુનિયાની બીજી શક્તિશાળી મહિલા

નવી દિલ્હી: પેપ્સિકોની સીઈઅો અને ચેરમેન ઇન્દિરા નૂઇ ભારતીય મૂળની એક માત્ર મહિલા છે જેને ફોર્ચ્યુનની ૫૧ સૌથી શક્તિશાળી મહિલાઅોની યાદીમાં જગ્યા મળી છે અને તે જનરલ મોટર્સની સીઈઅો તેમજ ચેરમેન મેરી બારા બાદ બીજા સ્થાન પર છે. નૂઈ ૨૦૧૫માં અા જ સ્થાન પર હતી. જ્યારે ૨૦૧૪માં તે ત્રીજી શક્તિશાળી મહિલા હતી.

ફોર્ચ્યુનની યાદીમાં ૨૨ મહત્વપૂર્ણ કંપનીઅોના સીઈઅોને સ્થાન મળ્યું છે. ૨૦૧૬ની યાદીમાં નવ નવા ચહેરાઅોને જગ્યા અપાઈ છે. જ્યારે એક અાશાસ્પદ વ્યક્તિ પરત ફરી છે. સીઈઅો ઇન્દિરા નૂઇનું અા ૧૦મું વર્ષ છે. તેના સ્થાનમાં હજુ સુધી કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. તેમના નેતૃત્વમાં છેલ્લા ૧૨ મહિનાઅોમાં પેપ્સિકોનું માર્કેટ ૧૮ ટકા વધીને ૧૫૫ અબજ ડોલર થયું છે.

You might also like