ન્યૂયોર્ક કરતાં પણ ઈન્દોર-ભોપાલ વધુ સ્વચ્છ છેઃ શિવરાજસિંહ ચૌહાણ

ભોપાલ: અમેરિકાના વોશિંગ્ટન ડીસીના રસ્તાઓની તુલનાએ મધ્ય પ્રદેશના રસ્તાઓ વધુ સારા છે એવું જણાવીને વિવાદમાં ઘેરાયેલા મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે ફરી એકવાર સાફ સફાઈ અને સ્વચ્છતાની બાબતમાં ન્યૂયોર્કની મધ્ય પ્રદેશ સાથે તુલના કરી છે. અમેરિકન યાત્રા કરીને રવિવારે પરત આવેલા મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ઈન્દોર અને ભોપાલ ન્યૂયોર્કથી વધુ સ્વચ્છ છે. સ્વચ્છતાની બાબતમાં ન્યૂયોર્ક કરતા મધ્યપ્રદેશનું ઈન્દોર શહેર પહેલા ક્રમે આવે છે અને ભોપાલ બીજા ક્રમે છે.
મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે એવું પણ ઉમેર્યું હતું કે હું આ વાત સ્પષ્ટ પણે બોલી રહ્યો છું અને જેને લખવું હોય તે લખે. હું ભારપૂર્વક કહું છું કે ઈન્દોર અને ભોપાલ ન્યૂયોર્કથી વધુ સ્વચ્છ શહેર છે. આ અગાઉ તેમણે પોતાની વાતને વળગી રહેતાં જણાવ્યું હતું કે વોશિંગ્ટન ડીસીના ૯૨ ટકા રસ્તા ખરાબ છે. વોશિંગ્ટનની તુલનાએ મધ્ય પ્રદેશમાં આપણે કેટલાય રસ્તાઓ વિશ્વકક્ષાના બનાવ્યા છે. ઈન્દોરના એરપોર્ટથી સુપર કોરિડોર થઈને જતી સડક ખૂબ જ સુંદર અને સારી છે.

You might also like