ભારત અને પાકિસ્તાન વિદેશ સચિવ સ્તરી મંત્રણા નેપાળમાં ?

નવી દિલ્હી : શક્યતાઓ છે કે આ વખતે પણ ભારત અને પાકિસ્તાનનાં વિદેશી સચિવોની બેઠક કોઇ ત્રીજા દેશમાં જ આયોજીત થશે. આ બેઠક પાડોશી દેશ નેપાળમાં યોજાય તેવી શક્યતાઓ છે. વિદેશી સચિવોની સાથે જ ભારત અને પાકિસ્તાનનાં વિદેશ મંત્રીઓની દ્વિપક્ષીય બેઠક પણ આ દરમિયાન શક્ય છે. વાત જાણે એમ છે કે નેપાળમાં દક્ષિણ એશિયન દેશોની ઉચ્ચ સ્તરીય બેઠકની તૈયારીઓનાં મુદ્દે તમામ સભ્ય દેશોનાં વિદેશ સચિવો અને વિદેશી મંત્રીઓની બેઠક યોજાનારી છે.
વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા વિકાસ સ્વરૂપનાં અનુસાર સાર્ક દેશોનાં વિદેશી સચિવ બેઠક 15 માર્ચ અને વિદેશ મંત્રીઓની બેઠક 16 માર્ચનાં રોજ યોજાનાર છે. પરંતું આ બેઠક કયા કયા દેશો વચ્ચે યોજાશે તે હજી સુધી નક્કી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત્ત વર્ષે નેપાળની રાજનાધી કાઠમાંડુમાં જ વડાપ્રધાન મોદી અને પાકિસ્તાની વડાપ્રધાન શરીફ વચ્ચે ગુપ્ત બેઠક અહીં જ થઇ હોવાનું માનવામાં આવે છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે દ્વિપક્ષીય વાતચીત જાન્યુઆરીનાં મધ્યમાં જ યોજનાર હતી પરંતુ પઠાણકોટ હૂમલા બાદ તેને અટકાવી દેવામાં આવી હતી.
વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ જણાવ્યું કે પઠાણકોટ હૂમલાનાં મુદ્દે પાકિસ્તાને જે ટીમ બનાવી છે તેનાં ભારત આવવાનાં મુદ્દે અત્યાર સુધી કોઇ માહિતી નથી મળી. પાકિસ્તાનને આ ટીમની ભઆરત યાત્રા અંગે ટુંક જ સમયમાં માહિતી આપવામાં આવશે. જેથી આગળ તેમને દરેક પ્રકારની મદદ આપવામાં આવી શકાય. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ પાકિસ્તાનનાં વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું કે પઠાણકોટ હૂમલાની તપાસ માટે રચાયેલી ટીમ ટુંક જમાં જ ભારત આવશે. આ તપાસ ટીમ પઠાણકોટ હૂમલા સંદર્ભે દાખલ એફઆઇઆરનાં આધારે પુરાવાઓ એકત્ર કરશે. ભારતનું કહેવું છે કે તે દરેક પ્રકારનાં પુરવાઓ રજુ કરવા માટે તૈયાર છે.

You might also like