લાઇવ પર્ફોમન્સ દરમિયા સાપના ડંખવાથી પોપ સ્ટાર ઇરમાનું મોત

જકાર્તા : ઇન્ડોનેશિયન પોપ સ્ટાર ઇરમા બૂલેનું આ અઠવાડીયે લાઇવ પર્ફોમન્સ દરમિયાન મોત નિપજ્યું હતું. તે એક કોબરાની સાથે પર્ફોમન્સ આપી રહી હતી દરમિયાન કોબરાએ ડંખ મારતા તેનું મોત નિપજ્યું હતું. ઓડિયન્સમેમ્બર ફ્લેડો ઓક્ટેવિયનનાં એક લોકલ સમાચાર ન્યૂઝે જણાવ્યું કે ઇરમાએ પોતાનાં બીજા ગીતની રજુઆત કરી હતી. જેમાં ડાન્સ દરમિયાન તેનો પગ સાપની પુંછડી પર પડી ગયો હતો. ત્યાર બાદ સાપે તેની જાંધ પર ડંસ દીધો હતો.

ટેલિગ્રાફ ડોટકોમડોટ યુકેનાં અનુસાર સાપના ડંખ બાદ થોડા સમય સુધી તો ઇરમા સંપુર્ણ સ્વસ્થય હોય તેવું લાગી રહ્યું હતું. તેણે એન્ટીડોટ લેવાની પણ મનાઇ કરી હતી. તે સંપુર્ણ સ્વસ્થય હોય તેવુ લાગતું હતું. એવું માનવામાં આવી રહ્યું હતું કે સાપ ઝેરીલા નહોતા. તે ઘણી વખત પોતાનાં શો દરમિયાન સાપનો ઉપયોગ કરતી જ રહી છે. મોટા ભાગે સાપ જેરીલા હોતા નથી. જેથી તેનાં ડંખની કોઇ અસર થતી હોતી નથી. આ વિસ્તારમાં બીજા ઘણા આર્ટિસ્ટ પણ આ પ્રકારના પર્ફોમ્ન્સ કરતા હોય છે.

ઇરમા અગાઉ અજગરની સાથે પણ પોતાનું પર્ફોમ્ન્સ આપી ચુકી છે. સાંપના ડંખ્યાની લગભગ 45 મિનિટ બાદ ઇરમાને ઉલ્ટી થવા લાગી હતી. અચાનક જ કાર્યક્રમને અધવચ્ચેથી અટકાવી દેવામાં આવ્યો હતો. તે અચાનક જ સ્ટેજ પર પડી ગઇ હતી. તેને તુરંત જ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટર્સ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. પોલીસ હાલ સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી રહી છે. ઉપરાંત પી.એમ રિપોર્ટની પણ રાહ જોવાઇ રહી છે.

You might also like