‘પત્નીઓની ડિમાંડના લીધે વધી રહ્યો છે ભષ્ટ્રાચાર’

જકાર્તા: ઇન્ડોનેશિયાના મંત્રીએ ભ્રષ્ટાચારને લઇને એક વિચિત્ર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર માટે પત્નીઓને જવાબદાર ગણાવતાં કહ્યું કે લાંચ અને ભ્રષ્ટાચાર માટે પત્નીઓની વધતી જતી ઇચ્છાઓ જવાબદાર છે.

શાસનથી માંડીને વહીવટીતંત્ર સુધી ભ્રષ્ટાચારની સમસ્યા સામે ઝઝૂમી રહેલા ઇન્ડોનેશિયામાં મંત્રીઓ અને જજોએ પણ લાંચ લેવાના આરોપમાં જેલ થઇ ચૂકી છે.

અધિકારીઓ પર કાબૂ મેળવવાના બદલે દેશના ધાર્મિક મામલાઓના મંત્રી લુકમાન હકીમ સૈફુદ્દીને પત્નીઓની લાલચને ભ્રષ્ટાચારનું કારણ ગણાવ્યું. તેમણે કહ્યું કે ‘પત્નીઓની તમામ ઇચ્છાઓ પુરી કરવા માટે લોકો આ બધુ કરે છે. તેમને મોંઘા ડિઝાઇનર કપડાં, જ્વેલરી જોઇએ, જેના લીધે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. પરિવારના સભ્યોની ડિમાંડ જ ભ્રષ્ટાચારનું સાચુ કારણ છે.

તેમણે કહ્યું કે મહિલાઓ મોંઘી ભેટસોગાદોની ડિમાંડ ન કરે. ભ્રષ્ટાચાર રોકવાની દિશામાં તેમનું સાર્થક યોગદાન હશે.

મંત્રીના નિવેદનનું મહિલાઓએ વિરોધ પણ કર્યો અને કહ્યું કે આડકતરી રીતે મહિલા પર નિશાન સાધ્યું છે અને દોષી ગણવી યોગ્ય નથી. તમને જણાવી દઇએ કે ભ્રષ્ટાચારના મામલે 168 દેશોની યાદીમાં ઇન્ડોનેશિયા 88મા નંબર પર છે.

You might also like