ઈન્ડોનેશિયામાં માર્ગ અકસ્માતમાં 27ના મોત,18 ઘાયલ

ઈન્ડોનેશિયામાં એક માર્ગ અકસ્માતમાં 27ના મોત થયા હોવાની ઘટના બની છે. જાણકારી પ્રમાણે, ઈન્ડોનેશિયાના સુબાંગ જિલ્લાના સિસેનાંગ ગામમાં આ માર્ગ અકસ્માત થયો હતો. એક પોલીસકર્મીના જણાવ્યા પ્રમાણે, આ અકસ્માત રવિવારે થયો હતો. જેમાં ઘણા લોકોના મોત થયા છે.

ઈન્ડોનેશિયાના પશ્ચિમી જાવા પ્રાંતમાં શનિવારે એક બસ અને મોટરસાઈકલ વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં 27 લોકોના મોત થયા હતા અને 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ માલૂમ પડ્યું છે કે, બસની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હતો.

You might also like