ઈન્ડોનેશિયામાં હોડીમાં આગ લાગતાં 23 પર્યટકોનાં મોત

જાકાર્તા: ઈન્ડોનેશિયાનાં પાટનગર જાકર્તાથી પર્યટકોને તિદુંગ દ્વીપમાં લઈને જતી પર્યટકોની હોડીમાં આગ લાગતાં આ દુર્ઘટનામાં 23 પર્યટકનાં મોત થયાં હતાં. અને 17 પર્યટક લાપતા છે. જ્યારે 194ને બચાવી લેવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય આપદા એજન્સીના પ્રમુખ સુતોપો નુગ્રોહોએ જણાવ્યુ કે હોડી જાકર્તાથી 50 કિમી દૂર તિદુંગ દ્વીપ તરફ રવિવારે સવારે રવાના થઈ હતી. હોડીમાં ક્ષમતા કરતાં વધુ પર્યટક સવાર હતા.

તેમાં એકાએક આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે હોડીના સંચાલકે હોડીમાં 100 યાત્રિક હોવાનું જણાવ્યું હતું પણ તેનો દાવો ખોટો સાબિત થયો છે. હોડીના એન્જિનમાં ખરાબી સર્જાતાં આગ લાગી હતી. જેને કારણે અનેક લોકો દરિયામાં કૂદી પડ્યા હતા. એક મહિલા યાત્રિકે જણાવ્યું હતું કે આગ લાગતા લાઈફ જેકેટ માટે ભારે પડાપડી થઈ હતી. જેમાં અમુક લોકોને આવી સુવિધા ન મળતાં તેમનાં મોત થયાં છે.

ઉલ્લેખનીય છે કે ઈન્ડોન્શિયા 17 હજાર દ્વીપ વચ્ચે ફેલાયેલું છે. અને આ દ્વીપો વચ્ચે હોડી દ્વારા સંચાલન થાય છે. પરંતુ સુરક્ષાને લગતી બેદરકારીને કારણે અવારનવાર આવી દુર્ઘટનાઓ સર્જાતી રહે છે. ગત નવેમ્બરમાં પણ આવી દુર્ઘટનામાં 54 લોકો માર્યા ગયા હતા. આ હોડીમાં ત્રણ ચાલકદળના સભ્ય સહિત 98 લોકો સવાર હતા. મરનારા લોકોમાં મોટાભાગના બહારનાં મજૂરો હતા. એક માહિતી મુજબ હોડીમાં 250 લોકો સવાર હતા. આ અંગે હાલ તપાસ ચાલી
રહી છે.

home

You might also like