ઇન્દિરા રાજનીતિમાં મેનકાની મદદ ઇચ્છતા હતા..

નવી દિલ્હીઃ દિવંગત પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી પોતાના પુત્ર સંજય ગાંધીના નિધન પછી તેવું ઇચ્છતા હતા કે રાજનીતિમાં મેનકા તેમની મદદ કરે. પરંતુ મેનકા એવા લોકો સાથે હતી. જે રાજીવ ગાંધીના વિરોધી હતા. જો કે દિવંગત પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનો સોનિયા ગાંધી પ્રત્યે ઝૂકાવ વધારે હતો. પરંતુ પુત્ર સંજય ગાંધીના મૃત્યુ પછી તે મેનકા ગાંધીની નિકટ આવ્યા હતા.આ વાતનો ખુલાસો ઇન્દિરા ગાંધીના ડોક્ટર પી માથુરે તેમની પુસ્તક “ધ અનસીન ઇન્દિરા ગાંધી”માં કર્યો છે.

સોનિયા સામાન્ય રીતે ઘરની બાબતો સંભાળતા હતા. જ્યારે રાજનીતિમાં મેનકા હોશિયાર હતા. તેથી જ ઇન્દિરા ઇચ્છતા હતા કે મેનકા તેમની સાથે જોડાય. ફરદરજંગ હોસ્પિટલના પૂર્વ ચિકિત્સક માથુર લગભગ 20 વર્ષ સુધી ઇન્દિરા ગાંધીના ડોક્ટર રહ્યાં હતા. જેઓ તેમને રોજ સવારે તપાસવા માટે જતા હતા. આ સિલસીલો વર્ષ 1984 સુધી ચાલ્યો હતો. ઇન્દિરા સાથેના પોતાના અનુભવોને તેણે આ પુસ્તકમાં શેર કર્યા હતા. પુસ્તકમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે સંજય ગાંધીના નિધન બાદ થોડા જ વર્ષોમાં મેનકાએ પરિસ્થિતિ સાથે સમાધાન કર્યા વગર પ્રધાનમંત્રી નિવાસ્થાનને છોડી દીધુ હતું.

સંજયના મૃત્યુ પછી ઇન્દિરા ગાંધીનું મેનકા ગાંધી પ્રત્યે અકદમ નરમ વલણ થઇ ગયું હતું. તેઓ એવું ઇચ્છતા હતા કે મનેકા તેમને રાજનીતિમાં મદદ કરે. પરંતુ મેનકાએ અલગ રહીને સંજય વિચાર મંચ નામનુ સંગઠન બનાવ્યું જે સંજય ગાંધીની વિચારધારાઓને આગળ વધારી શકે. માથુરે સંજય વિચાર મંચનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે જ્યારે ઇન્દિરા ગાંધી વિદેશ યાત્રા પર હતા ત્યારે મેનકાએ સંજય ગાંધી વિચાર સંમેલનનું આયોજન કર્યું હતું. તેને સંબંધોવાની ના પાડી હતી. પરંતુ મેનકાએ તેમની વાત માની ન હતી અને સંબોધન કર્યું હતું. ઇન્દિરા ગાંધી વિશેની અનેક બાબતો અને તેમના પુત્રવધુ સાથેના સંબંધોની વાતોને આ પુસ્તકમાં માથુરે રજૂ કરી છે.

You might also like