હવે માત્ર 999માં કરો હવાઇ મુસાફરી, 10 લાખ લોકો માટે ટિકીટ ઉપલબ્ધ

દેશની બજેટ એરલાઇન ઇન્ડીગોએ પોતાની 10 લાખ પ્રમોશનલ સીટ્સની સેલ શરૂ કરી દીધી છે. આ અંતર્ગત ટિકિટ બુકિંગની કિંમત માત્ર 999 રૂપિયાથી શરૂ થશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, મર્યાદિત સમયને લઇ શરૂ કરવામાં આવેલ આ સેલમાં એક તરફની યાત્રાનું ભાડું 999 રૂપિયાથી શરૂ થશે. આ ભાડામાં દરેક ટેક્સ શામેલ છે. આમાં ગ્રાહક તેઓનાં નેટવર્કમાં ક્યાંય પણ યાત્રા કરી શકે છે.

માત્ર એટલું જ નહીં કંપનીએ પોતાનાં નિવેદનમાં જણાવ્યું કે, તેઓ મોબાઇલ વોલેટ જેવાં કે મોબિક્વિકને આધારે ટિકિટ બુક કરાવનારા ગ્રાહકોને કંપની 600 રૂપિયા સુધી 20 ટકા સુધીનું કેશબેક પણ આપશે. ઇન્ડિગોનો આ સેલ સોમવાર એટલે કે ત્રણ સપ્ટેમ્બરથી શરૂ થઇને ચાર દિવસ એટલે કે 6 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ અંતર્ગત મુસાફર 18 સપ્ટેમ્બર 2018થી 30 માર્ચ 2019 સુધી યાત્રા કરી શકે છે.

કંપનીનાં મુખ્ય વાણિજ્ય અધિકારી વિલિયમ બોલ્ટરે કહ્યું,”અમે ચાર દિવસની તહેવારી સેલ શરૂ કરી છે. આ 3થી 6 સપ્ટેમ્બર સુધી રહેશે. આમાં ગ્રાહક અમારા પૂર્ણ નેટવર્ક પર ક્યાંય પણ યાત્રા કરી શકીએ છીએ. આમાં કિંમત 999 રૂપિયાથી શરૂ થશે.” આ સેલથી કંપનીએ કાર્યશીલ મૂડી ભેગી કરવામાં પણ મદદ મળશે. કંપનીએ જુલાઇમાં 12 લાખ સીટોની સેલ પણ શરૂ કરી હતી. આમાં સીટોની રજૂઆત 1,212 રૂપિયાથી શરૂ કરવામાં આવી હતી.

કંપની આ ગ્રાહકોને આ ઓફર બીજી વાર આપી રહી છે. જૂનનાં ક્વાર્ટરમાં કંપનીનું વળતર વાર્ષિક આધાર પર અંદાજે ખતમ થઇ ગયેલ છે. જુલાઇમાં કંપની તરફથી 12 સીટોને ઘણી ભારે છૂટ આપવામાં આવેલ છે. તે સમયે કંપનીએ ટિકીટની શરૂઆતની કિંમત 1,212 રૂપિયા રાખી હતી.

You might also like