દિલ્હી એરપોર્ટ પર એર ઇન્ડિયા અને ઇન્ડિગો વચ્ચે મોટી દુર્ઘટના ટળી

નવી દિલ્હી: દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શુક્રવારે મોટી ઘટના બનતા રહી ગઇ. એરપોર્ટ પર એર ઇન્ડિયા અને ઇન્ડિગોનું વિમાન સામ સામે આવી ગયું હતું, બંને વિમાન વચ્ચે ટક્કર થવાની જ હતી ત્યારે જ ATCની સાવધાનીથી દુર્ઘટના ટળી ગઇ.

હકીકતમાં એર ઇન્ડિયાનું AI156 વિમાન દિલ્હીથી ગોવા માટે ટેક ઓફ કરી રહ્યું હતું, ત્યારે જ ઇન્ડિગોનું 398 વિમાન ત્યાં એ જ પટ્ટા પર લેન્ડ કરી રહ્યું હતું. આ ઘટના સવારે 11:02 વાગ્યાની છે. પરંચુ ત્યારે જ ATC એ ગોવા એર ઇન્ડિયાની ફ્લાઇટને ટેક ઓફ કરતાં રોકી દીધી અને મોટી દુર્ઘટના થતા ટળી ગઇ. વિમાનમાં લગભગ 119 યાત્રી અને 3 ક્રૂ મેમ્બર મુસાફરી કરી રહ્યા હતા.

ATC એ એર ઇન્ડિયાના કમાન્ડરને તરત ફ્લાઇટની ઉડાન રદ કરવા માટે નિર્દેશ આપ્યો હતો, જો કે રન વે નંબર 27 થી ટેક ઓફ જ થવાનું હતું. જાણવા મળી રહ્યું છે કે વિમાન એ સમયે ખૂબ જ સ્પીડમાં હતું. વિમાનની ઝડપ આ સમયે લગભગ 158 કિમી પ્રતિ કલાકની હતી. એટીસીની ચંચળતા અને કમાન્ડરની ચપળતાથી આ મોટી ઘટના થતા રહી ગઇ.

http://sambhaavnews.com/

You might also like