આમિર ખાનના નિવેદન પર સ્નેપડીલ સામે પણ ભારે આક્રોશ

મુંબઇ: બોલિવૂડના સ્ટાર આમિર ખાને રામનાથ ગોયેન્કા સમારોહમાં કરેલા નિવેદન પર સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. રાજકીય લોબી અને સોશિયલ મીડિયાથી શરૂ થયેલ વિવાદ હવે શેરીઓમાં પહોંચી ગયો છે એટલે સુધી કે આમિર ખાનના નિવેદન બાદ ઓનલાઇન શોપિંગ સાઇટ સ્નેપડીલ પણ નિશાન પર આવી ગઇ છે.

ગૂગલ પ્લે સ્ટોર પર સ્નેપડીલનું રેટિંગ સડસડાટ નીચે ઊતરી ગયું છે અને હજારો લોકોએ સોશિયલ મીડિયા પર સ્નેપડીલના એમ્બેસેડર આમિર ખાન સામે આક્રોશ વ્યક્ત કરીને લખ્યું હતું કે જ્યાં સુધી સ્નેપડીલ આમિર ખાનને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હટાવશે નહીં ત્યાં સુધી સ્નેપડીલ પર કોઈ ઓનલાઈન શોપિંગ કરવી નહીં. ગૂગલ પ્લે સ્ટોર પરથી સ્નેપડીલ એફ ડાઉનલોડ કરવાનું પ્રમાણ ઘટી ગયું હતું અને આમ સ્નેપડીલ એપ્લિકેશનનું ડાઉન રેટિંગ થયું હતું.
સોશિયલ મીડિયા પર લોકોએ આમિર ખાનના નિવેદનનો જબરદસ્ત વિરોધ કર્યો છે. સોશિયલ મીડિયા પર સ્નેપડીલની એપ્લિકેશનને અનઇનસ્ટોલ કરવાની માગણી કરવામાં આવી છે. આમિર ખાન ઓનલાઇન શોપિંગ સાઇટ સ્નેપડીલનો બ્રાન્ડ એમ્બેસેડર છે. તેના નિવેદન બાદ લોકોએ ઓનલાઇન શોપિંગ સાઇટ સ્નેપડીલ પર શોપિંગ નહીં કરવા અને આ એપને અનઇન્સ્ટોલ કરવા અપીલ કરી છે.

સોશિયલ મીડિયા પર આમિર ખાન દ્વારા એન્ડોર્સ કરવામાં આવેલ પ્રોડકટ નહીં ખરીદીને આમિર ખાનને યોગ્ય જવાબ આપવો જોઇએ એવું સોશિયલ મીડિયા પર જણાવાયું છે. એક વ્યકિતએ જણાવ્યું છે કે હજુ થોડા દિવસ પહેલાં મેં સ્નેપડીલ પરથી ઓનલાઇન ખરીદી કરી હતી. હવે જો સ્નેપડીલ પોતાની પ્રોડકટને પ્રમોટ કરવા આમિરખાન જેવા ઈસ્લામીઓનો ઉપયોગ કરતી હોય તો હવે તેની સાઇટ પરથી ખરીદી કરવી જોઇએ નહીં.

You might also like