દેશનાં અનોખા ગામ ટ્રમ્પ વિજેલનું ઔપચારિક નામકરણ કરાયું

મરોરા : વડાપ્રધાન મોદીનાં અમેરિકા પ્રવાસ દરમિયાન હરિયાણાનાં મેવાત વિસ્તારનું મરોરા ગામ મીડિયામાં ચમકી રહ્યું છે. એક એનજીઓ દ્વારા આ ગામને દત્તક લઇને તેને વિશ્વનાં સૌથી શક્તિશાળી દેશ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પનું નામ આપીને ટ્રમ્પ વિલેજ બનાવવામાં આવ્યું છે. શુક્રવારે આ ગામનું નામ કરણ કરવામાં આવ્યું હતું.

દેશમાં જાહેર શૌચાલય બનાવવા માટે જાણીતુ એનજીઓ સુલભ ઇન્ટરનેશનલ આ ગામનાં શૌચાલય બનાવવા વિકાસનાં કાર્યો કરવા અને નવી ઓળખ ઉભી કરવા માટે નામ આપ્યું હતું. આશ્ચર્યજનક વાત એવી છે કે ગામની મોટાભાગની મહિલાઓને અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પનું નામ સાભલ્યુ નથી કે તેમનાં વિશે જાણતા નથી.

સુલભ ઇન્ટરનેશનલનાં સંસ્થાપક બિંદેશ્વર પાઠકે જણાવ્યું કે જ્યારે તેઓ અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીનાં લોકોને મળ્યા હતા ત્યારે તેમણે દેશનાં ગામડામાં શૌચાલય બનાવવા અને વિકાસનાં કામ માટે મદદ કરવાની વાત કરી હતી. નામ સાંભળીને અમેરિકાથી વિકાસ માટે મદદ કરી શકે તે માટે ડોનાલ્ડ ટ્રમ્પ નામ રાખવામાં આવ્યુ્ છે.

You might also like