ભારતની સતત ત્રીજી હાર, ઓસ્ટ્રેલિયાએ ૩-૦થી શ્રેણી જીતી

મેલબોર્ન : ગ્લેન મેકસવેલના ૯૬ રનની આક્રમક ઈનિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં રમાયેલ ત્રીજી વનડે ક્રિકેટ મેચમાં ભારતને ત્રણ વિકેટથી ગરાવી પાંચ મેચોની સિરીઝમાં ૩-૦ની સરસાઈ બનાવતા જીત મેળવી છે. ભારતે પહેલા બેટિંગ કરતા વિરાટ કોહલીના શતકની મદદથી છ વિકેટ ૨૯૫ રન બનાવ્યા હતાં. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ સાત બોલ બાકી રહેતા સાત વિકેટ ગુમાવી જીત મેળવી હતી.

મેન ઓફ ધ મેચ મેક્સવેલે ૮૩ બોલમાં આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૯૬ રન બનાવ્યા હતાં.
ભારતે પર્થ અને બ્રિસ્બેનમાં પહેલી બે વનડેમાં ૩૦૦થી વધુનો સ્કોર બનાવવા છતાં પરાજયનો સામનો કરવો પડયોછે. આ મેચમાં મુકાબલો અક સમયે બરાબરી પર લાગી રહ્યો હતો પરંતુ મેકસવેલે શ્રેણીમાં પરત ફરતાં ભારતની ઈચ્છાઓ પર પાણી ફેરવ્યું હતું. ભારત તરફથી ઈશાંત શર્મા, ઉમેશ યાદવ અને રવીન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ ઝડપી હતી, પરંતુ રનગતિ પર અંકુશમાં લગાવી શકયા નહતાં.

આ પહેલા બેટિંગમાં ઉતારવામાં આવેલ ભારતે છેલ્લી બે મેચોના શતકવીર રોહિત શર્માને વ્યક્તિગત ૬ રનના સ્કોરે ગુમાવ્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલીએ ૧૧૭ રનની આગેવાની ઈનિંગ રમી હતી. કોહલીએ આ શતક સાથે જ વનડે ક્રિકેટમાં પોતાના ૭૦૦૦ રન પૂરા કર્યા અને આ ફોર્મેટમાં સૌથી ઝડપથી ૨૪ શતક લગાવનાર બેટેસમેન બન્યો હતો. તેને શિખર ધવન ૬૮ અને અજિંક્ય રહાણે ૫૦ રનનો પૂરેપૂરો સહયોગ મળ્યો હતો.

ધવને ૯૧ બોલમાં ૯ ચોગ્ગાની મદદથી ૬૮ રન બનાવ્યા અને કોહલી સાથે બીજી વિકેટમાં ૧૧૯ રન જોડયા હતા કોહલીએ પણ ૧૧૭ બોલની ઈનિંગમાં સાત ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યા હતા. રહાણેએ કોહલી સાથે ત્રીજી વિકેટમાં ૧૦૯ રનની ભાગીદારી કરી હતી. ભારતીય ટીમે રવિચંદ્રન અશ્વિન અને મનીષ પાંડેને પડતા મૂકી ગુરકીરત માન અને ઋષિ ધવનને ઈન્ટરનેશનલ વનડે ક્રિકેટમાં તક આપી હતી. આ ઉપરાંત કપ્તાન ધોનીની આ ૩૦૦મી ઈન્ટરનેશનલ મેચ હતી અને તેનાથી વધારે વનડેની કપ્તાની માત્ર રિકી પાન્ટિંગે અને સ્ટીફન ફલેમિંગે કરી ચૂકયા છે.

You might also like