ત્રણ વખત ફાટી ચૂક્યો છે ભારતનો સૌથી ઊંચો તિરંગો, 15 લાખ થઇ ગયો ખર્ચ

નવી દિલ્હી: ભારતનો સૌથી ઊંચો તિરંગો 360 ફીટની ઊંચાઇ અટારી વાઘા સરહદ પર લહેરાવામાં આવ્યો છે. આ દેશપ્રેમીઓને ગર્વ મહેસૂસ કરાવે છે અને દરેક હિદુસ્તાનનીનું માથુ ગર્વથી ઊંચું કરે છે. પરંતુ જોરદાર પવન અને મોસમની સ્થિતિના કારણે આ જલ્દી જલ્દી ફાટી રહ્યો છે. એવામાં એને પહેલી વખત ફરકાવ્યા બાદ અત્યાર સુધી ચોથી વખત બદલવામાં આવી રહ્યો છે.

આટલું જ નહીં, પંજાબનો સૌથી ઊંચો અને મોટો તિરંગો, જેને અમૃતસર બાઇપાસમાં રંજીત એવન્યૂના સાર્વજનિક પાર્કમાં લગાવવામાં આવ્યો છે. આ તિરંગા ઝંડાની ઊંચાઇ 170 ફીટ છે અને અત્યાર સુધી ચોથી વખત બદલવામાં આવી રહ્યો છે. તિરંગાનું ધ્યાન રાખવા માટેની જવાબદારી અમૃતસર ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટએ ભારે ખર્ચો ઉઠાવીને ઘણી વખત ઝંડાને બદલ્યો છે. 170 ફીટ નો ધ્વજ માટે અમારે લગભગ 65000 રૂપિયાનો ખર્ચ કરવો પડશે, જ્યારે ભારતનો સૌથી ઊંચો તિરંગો બદલવા માટે 1.5 લાખ રૂપિયાનો ખર્ચ આવશે.

એમણે કહ્યું કે બંને ઝંડા પર લગભગ 15 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે અને એનું હજુ પણ કોઇ સમાધાન જોવા મલ્યું નથી. આ ખર્ચ નિયમિત રૂપથી ચાલતો આવ્યો છે. મહાજને કહ્યું કે ઝંડાને લગાવા માટે પહેલા લોકોએ ધ્વજની સામગ્રીની ચકાસણી કરવી જોઇએ કારણ કે હવાનો પ્રવાહનો સામનો કરવામાં એ અસફળ રહ્યું છે.

http://sambhaavnews.com/

You might also like