ગે, લેસ્બિયન અને બાયસેક્સુઅલ થર્ડ જેંડર નહી, ફક્ત ટ્રાંસજેંડરને આ અધિકાર: SC

નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ કોર્ટે ગુરૂવારે સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેણે ક્યારેય ગે, લેસ્બિયન અને બાયસેક્સુઅલને ત્રીજા જેંડર ગણ્યા નથી. કોર્ટે એપ્રિલ 2014માં થર્ડ જેંડરને લઇને આપેલા ફેંસલાને સ્પષ્ટ કરતાં કહ્યું કે ફક્ત ટ્રાંસજેંડરને જ ત્રીજા લિંગના રૂપમાં ઓળખ આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારે કોર્ટના 2014ના ફેંસલામાં ફેરફાર કરવાની માંગણી કરી હતી. કેન્દ્રએ કોર્ટને કહ્યું કે તેણે ન્યાયાલયના ફેંસલને લાગૂ કરવામાં મુશ્કેલી થઇ રહી છે, કારણૅ કે આદેશના એક પેરામાં લેસ્બિયન, ગે અને બાયસેક્સુઅલને પણ ટ્રાંસજેંડરની સાથે ત્રીજા લિંગનો દરજ્જામાં રાખવામાં આવ્યા છે.

‘કોઇ મુશ્કેલી નહી, ફોર્મમાં બનાવે નવી કેટેગરી’
આના પર કોર્ટે કહ્યું કે ‘તેમાં કોઇ પરેશાનીની સ્થિતિ નથી. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે લેસ્બિયન, ગે અને બાયસેક્સુઅલ થર્ડ જેંડરની કેટેગરીમાં આવતા નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકાર ઇચ્છે તો તે ફોર્મમાં થર્ડ જેંડરની કેટેગરી બનાવે. એટલું જ નહી ત્રીજા લિંગને ઓબીસી ગણવા અને તેના આધારે શિક્ષણ અને નોકરીમાં રિઝર્વેશનની વાત પણ કરી.

કોર્ટના ફેંસલાએ આપી ઓળખ
અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના એપ્રિલ 2014માં એક મહત્વપૂર્ણ ફેંસલો સંભળાવતાં કિન્નરો અથવા ટ્રાંસજેંડર્સને ત્રીજા લિંગના રૂપમાં ઓળખ આપી. આ પહેલાં તેમને મજબૂરીમાં પોતાનું જેંડર ‘પુરૂષ’ અથવા ‘મહિલા’ બતાવવું પડતું હતું. સુપ્રીમ કોર્ટે આ સાથે જ ટ્રાંસજેંડર્સને સામાજિક અને આર્થિક રૂપથી નબળા વર્ગના રૂપમાં ઓળખ કરવા માટે કહ્યું.

પોતાના ફેંસલામાં કોર્ટે કહ્યું કે શિક્ષણ સંસ્થાઓમાં એડમિશન લેતી વખતે અથવા નોકરી આપતી વખતે ટ્રાંસજેંડર્સની ઓળખ ત્રીજા લિંગના રૂપમાં કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કિન્નરો અથવા ત્રીજા લિંગની ઓળખ માટે કોઇ કાયદો ન હોવાના લીધે તેમની સાથે શિક્ષણ અથવા જોબના ક્ષેત્રમાં ભેદભાવ કરી ન શકાય. આ ફેંસલાની સાથે જ દેશમાં પહેલીવાર ત્રીજા લિંગને ઔપચારિક રીતે ઓળખ મળી.

You might also like