ભારત ગુપ્ત પરમાણુ શહેર બનાવી રહ્યાનો પાક.નો આરોપ : સ્વરૂપે ફગાવ્યો આરોપ

નવી દિલ્હી : ભારત દ્વારા દેશમાં એક ગુપ્ત પરમાણુ મથક બનાવવામાં આવી રહ્યું હોવાના આરોપ લગાવ્યો હતો. જેના જવાબમાં ભારતે માત્ર હવામાં ગોળીબાર ગણાવ્યો હતો. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા વિકાસ સ્વરૂપે કહ્યું કે પાકિસ્તાનનો આ આરોપ પાયાવિહોણે અને કાલ્પનિક છે.

પરમાણુ બોમ્બ બનાવવા માટે કર્ણાટકમાં કોઇ ગુપ્ત પરમાણુ મથક નથી બની રહ્યું. પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયની તરફથી આ અંગે જે નિવેદન આવ્યું છે કે તે માત્ર માનસિક અસ્થિરતા છે. ભારત હંમેશાથી જ પરમાણુ હથિયારો મુદ્દે આંતરરાષ્ટ્રીય કાયદા અને કાનુનનું પાલન કરે છે.

સ્વરૂપે કહ્યું કે ખુબ જ આશ્ચર્યની વાત છે કે આ આરોપ એક એવા દેશ તરફથી લગાવાયો છે કે જેને પોતાને પરમાણુ હથિયારો મુદ્દે કોઇ અલગ યોજના નથી. પરમાણુ હથિયારોનાં પ્રસારના મુદ્દે તેનો રેકોર્ડ રહ્યો છે તે આખુ જગત જાણે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા નફીસ જકારિયાએ ઇસ્લામાબાદમાં દાવો કર્યો હતો કે ભારત કર્ણાટકનાં કોઇ ગુપ્ત સ્થળ પર પરમાણુ મથખ વિકસીત કરી રહ્યું છે. જ્યાં લગભગ 492 પરમાણુ બોમ્બ બનાવવાનું આયોજન છે.

You might also like