અારએસએસની સંસ્થા બાળકને ગર્ભમાં સુપરબેબી બનાવી રહી છે

કોલકાતા: અારઅેસએસની સ્વાસ્થ્ય સંસ્થા અારોગ્ય ભારતી બાળકોને ગર્ભમાં જ સુપર બેબી બનાવવાનો દાવો કરી રહી છે. અા માટે કોલકાતામાં બે દિવસ ‘ગર્ભસંસ્કાર’ વર્કશોપનું અાયોજન કરાયું હતું. તેમાં સંસ્થાના પદાધિકારીઅોઅે દાવો કર્યો છે કે ગર્ભમાં જ બાળકોને સુપર બેબી બનાવવાની પ્રોસેસ અાયુર્વેદમાં જણાવાઈ છે.

સંસ્થાનું કહેવું છે કે લગભગ એક દાયકા પહેલા ગુજરાતમાં અા પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. પ્રોજેક્ટના રાષ્ટ્રીય સંયોજક ડો. કૃષ્ણમોહનદાસ નરવાણીઅે કહ્યું કે ઉત્તમ સંતતિ દ્વારા અમારો ખાસ હેતુ સમર્થ ભારતનું નિર્માણ કરવાનો છે. અા પ્રક્રિયા દ્વારા અત્યાર સુધી ૪૫૦ બાળકો જન્મ લઈ ચૂક્યા છે. અમારી કોશિશ છે કે ૨૦૩૦ સુધી ભારતમાં અા પ્રોસેસથી હજારો સંતાન પેદા થાય. અા માટે અમે દરેક રાજ્યમાં ગર્ભવિજ્ઞાન રિસર્ચ કેન્દ્ર ખોલીશું.

સેકન્ડ વર્લ્ડવોર બાદ જર્મનીઅે અા પ્રોસેસ અપનાવી હતી
વર્કશોપમાં અારોગ્ય ભારતીના રાષ્ટ્રીય સંયોજક ડો. હિતેશ જાનીઅે કહ્યું કે પરફેક્ટ બેબી મેળવવાની પ્રક્રિયા હિંદુ શાસ્ત્રોમાં પણ બતાવાઈ છે. ગર્ભ સંસ્કારથી પ્રતિભાશાળી બાળકો પેદા કરી શકાય છે. ગર્ભ સંસ્કારના માધ્યમથી જિનેટિક એન્જિનિયરિંગ કરીને ગર્ભની અંદર જ બાળકને સંસ્કારી બનાવવામાં અાવે છે. તેમને કહ્યું કે એક મહિલાઅે ઉત્તમ સંતાન મેળવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે.

માતા પિતાનું ત્રણ મહિનાનું શુદ્ધીકરણ, ગ્રહો મુજબ ગર્ભ ધારણ, ગર્ભ ધારણ બાદ પરેજી અને યોગ્ય ભોજન લેવું પડશે. અોછા શિક્ષણ અને કોઈ અન્ય કારણોથી માતા પિતાનો અાઈક્યુ અોછો હશે તો પણ તેમનાં બાળકો બુદ્ધિમાન બની શકશે. જો યોગ્ય પ્રક્રિયા અપનાવવામાં અાવશે તો અોછી લંબાઈ અને ઘઉં વર્ણા માતા પિતા પણ લાંબાં અને સિંગલ બાળકો મેળવી શકશે. સંસ્થાના પદાધિકારીઅોના જણાવ્યા મુજબ અા પ્રોજેક્ટ જર્મનીથી પ્રેરિત છે. તેમણે દાવો કર્યો છે કે સેકન્ડ વર્લ્ડવોર બાદ જર્મનીઅે અાયુર્વેદ દ્વારા અાવા ઘણાં બાળકો મેળવ્યાં હતાં.

ગુજરાત-મધ્યપ્રદેશમાં ચાલે છે અા પ્રોજેક્ટ
અહીં રહેલી સંસ્થાના પદાધિકારીઅોઅે જણાવ્યું કે અા પ્રોજેક્ટ લગભગ એક દાયકા પહેલા ગુજરાતમાં શરૂ કરાયો હતો. હવે તેને રાષ્ટ્રીયસ્તર પર વધારવાની તૈયારીઅો છે. વર્તમાનમાં અા પ્રોજેક્ટ અારઅેસએસની શિક્ષણ સંસ્થા વિદ્યાભારતી હેઠળ અાવે છે. ગુજરાત અને મધ્ય પ્રદેશમાં તેની ૧૦ બ્રાન્ચ છે. અા વર્કશોપ પર પ્રતિબંધ લગાવવા માટે પશ્ચિમ બંગાળના બાળ અધિકારી સંરક્ષણ અાયોગે શુક્રવારે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અાયોગનું કહેવું હતું કે અા પ્રકારના સેમિનાર ગેરકાયદે છે.
http://sambhaavnews

You might also like