વિકાસની વાતો વચ્ચે GDP ઘટીને 5.7 ટકાનાં તળીયે

નવી દિલ્હી : દેશનાં જીડીપી(ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ) ગ્રોથ આ નાણાકીય વર્ષની પહેલા ત્રિમાસિક ગાળામાં 5.7 ટકા પર આવી ગઇ છે. આ તેમનો ત્રીજા વર્ષે નિચલુ સ્તર છે. વિનિર્માણ ગતિવિધિઓમાં સુસ્તી વચ્ચે સતત ત્રીજા ત્રિમાસીક ગાળામાં નોટબંધીની અસરદેખાડવામાં આવી. તેમાં ગત્ત ત્રિમાસીક (જાન્યુઆરી – માર્ચ)માં જીડીપીનાંવૃદ્ધી દર 6.1 ટકા રહી હતી. 2016-17નાં પહેલા ત્રિમાસીક સંશોધિત વૃદ્ધી દર 7.9 ટકા હતી.

આ આંકડાઓ સેન્ટ્રલ સ્ટેટેસ્ટિક્સ ઓફીસર (CSO)દ્વારા ગુરૂવારે ઇશ્યુ કરવામાં આવ્યા. એક દિવસ પહેલા જ નોટબંધીનાં મુદ્દે આરબીઆઇ દ્વારા ઇશ્યુ કરવામાં આવેલા આંકડાઓ પર ઘેરાયેલી સરકાર માટે અર્થવ્યવસ્થાની સુસ્ત ગતિ પર બચાવ કરવું મુશ્કેલ થશે.

ગત્ત ત્રિમાસીક ગાળા (જાન્યુઆરી – માર્ચ)માં નોટબંધીનાં પ્રભાવનાં કારણે જીડીપી 6.1 પર હતી. આશા કરવામાં આવી રહી હતી કે આ ઘટાડાની ભરપાઇ આગામી નાણાકીય વર્ષનાં પ્રથણ ત્રિમાસીક ગાળામાં કરી દેવામાં આવશે. પરંતુ સીએસઓની તરફથી ઇશ્યુ આંકડાઓને જોઇને લાગે છે કે અર્થવ્યવસ્થા ન માત્ર નોટબંધીનાં મારથી ઉભરી શકી છે, પરંતુ તેની અસર નવી ટેક્સ સિસ્ટમ પર પણ પડી છે. જાણકારોનું માનવું છે કે 1 જુલાઇએ લોન્ચ થયેલ નવા ટેક્સ સિસ્ટમ જીએસટી (ગુડૂસ એન્ડ સર્વિસ ટેક્સ)નાં પહેલા ચાલી રહેલ કન્ફ્યુઝનની સ્થિતીનાં કારણે જીડીપીમાં ઘટાડો જોવા મળ્યો છે.

You might also like