દેશની સહન કરવાની હદ પુરી હવે પાકિસ્તાન સામે કડક હાથે કાર્યવાહી : પર્રિકર

નવી દિલ્હી : સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરે શનિવારે પઠાણકોટ હૂમલાનાં મુદ્દે પાકિસ્તાન પરત્વે કડક વલણ અખત્યાર કર્યું હતું. પર્રિકરે હુંકાર ભરતા કહ્યું કે મુંબઇ અને પઠાણકોટ હૂમલાનાં આરોપીઓ પર કાર્યવાહી નહી કરીને પાકિસ્તાને ભારતની સહનશીલતાનો બંધ તોડી નાખ્યો છે. તેમણે કહ્યું કે દુનિયા આગામી એક વર્ષમાં તેનાં પરિણામો ભોગવશે.
જયપુરની એક પરિષદમાં પાકિસ્તાન અંગે પુછાયેલા સવાલનાં જવાબમાં પાર્રિકરે પાકિસ્તાન પ્રત્યે કડક હાથે કામ લેવાની વાત કરી હતી. પર્રિકરે જણાવ્યું કે, હવે ભારતની સહનશીલતા અને દેશનાં સંરક્ષણ પ્રધાન તરીકે મારી તથા દેશનાં તમામ નાગરિકોની સહનશીલતાની હદ આવી ચુકી છે. હવે પાકિસ્તાન સામે આંખ લાલ કરવી જ પડશે. પર્રિકરે સાથે જ કહ્યું કે પઠાણકોટ હૂમલાની તપાસ કરી રહેલા પાકિસ્તાની તપાસ એજન્સીને પઠાણકોટ એરબેઝની અંદર ધુસવા દેવામાં નહી આવે.
પર્રિકરે જણાવ્યું કે હવે પાકિસ્તાન પર કોઇ પણ પ્રકારનો વિશ્વાસ થઇ શકે તેમ નથી. જેથી તપાસ માટે આવનારી ટીમને મારી પરવાનગી વગર એરબેઝમાં ધુસવા દેવામાં નહી આવે.

You might also like