વિશ્વનું એકમાત્ર સંસ્કૃત મ્યૂઝિક બેન્ડ હાલ વિશ્વને ડોલાવી રહ્યું છે

ભોપાલ : કેટલાક સંગીતકારો અને ગાયકોએ પૌરાણીક ગ્રંથોમાંથી સંસ્કૃતનાં કેટલાક મંત્ર અને શ્લોક પસંદ કર્યા છે અને તેની ધુન બનાવી સંગીત તૈયાર કર્યું છે. આ પ્રકારનાં વિરલ બેન્ડનું નામ પણ ધ્રુવ રાખવામાં આવ્યું છે. આ બેન્ડની ખાસિયત છે કે તે માત્ર સંસ્કૃત ગીત જ ગાય છે. આ બેન્ડ ગત્ત વર્ષે વસંત પંચમીનાં પ્રસંગે બન્યું હતું. ધ્રુવ બેન્ડ સંજય દ્વિવેદીએ બનાવેલુ બેન્ડ છે. સંજય સંસકૃતનાં વિદ્વાન છે અને શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કરી રહ્યા છે. તેમણે સંસ્કૃતમાં કેટલાક નાટકો પણ લખ્યા છે.

ધ્રુવ બેન્ડ આખા દેશમાં અત્યાર સુધી 12 શો કરી ચુક્યું છે. દેશની અંદર લોકોનું હૃદય જીત્યા બાદ હવે આ બેન્ડ વિશ્વમાં પોતાની ધાક જમાવવાની તૈયારી કરી રહ્યું છે. સંજય કહે છે કે, સંગીત તેનાં દરેક સ્વરૂપમાં સારૂ છે. પરંતુ શાસ્ત્રીય સંગીત તો અનોખું છે. શાસ્ત્રીય સંગીત સીધુ હૃદયને સ્પર્શે છે. આ સંગીત આજની યુવાપેઢી સુધી પહોંચે તે જરૂરી છે. હું નહોતો ઇચ્છતો કે મારૂ સંગીત સાંભળનારો વર્ગ સીમીત હોય. જેથી મે મારા મિત્રો વૈભવ સંતોરે અને જ્ઞાનેશ્વરી પરસાઇની સાથે મળીને 24 જાન્યુઆરી, 2015નાં દિવસે એક નિર્ણય કર્યો. અમે શ્લોકો અને મંત્રોને પશ્ચિમી સંગીતની સાથે મિક્સ કર્યું. આજે અમને પસંદ કરવામા આવી રહ્યા છે.

તમને કદાચ સંગીતનું આ સ્વરૂપ સાંભળવામાં વિચિત્ર લાગે. લોકોને તેમ પણ લાગતું હતું કે બેન્ડ સંસ્કૃતનાં કેટલાક શ્લોકોને સુફી સંગીતની સાથે વેસ્ટર્ન મ્યુઝીક સ્વરૂપે રજુ કરશે. રોકિંગ પશ્ચિમી સંગીતની સાથે મંત્રો અને શ્લોકોને એવી રીતે ઢાળવામાં આવે છે કે તે સીધો સાંભળનાર વ્યક્તિનાં હૃદય પર અસર કરે છે. જેમાં રૂગવેદનાં મંત્રી, આદિ સંકરાચાર્યનાં રચેલા ભજ ગોવિંદમ, શિવ તાંડવનાં ઉર્જાથી ભરપુર મંત્રો, જયદેવનાં લખેલા ગોવિંદમ, અભિજ્ઞાન શાકુંતલમનાં પ્રેમ પત્રો વગેરેનાં મંત્રો અને શ્લોકોનું ગાન થાય છે. તે ઉપરાંત બેન્ડ પોતાની લખેલી કવિતાઓ અને ગદ્યનો પણ ઉપયોગ કરે છે. જેમાં સામાન્ય જીવનનો ઉલ્લે્ખ હોય છે.

You might also like