ફરી સક્રિય થયો ભારતનો જ્વાળામુખી, વૈજ્ઞાનિકોની છે નજર

નવી દિલ્હીઃ ભારતનો એક માત્ર જીવીત જ્વાળામુખી ફરી સક્રિય થઇ ગયો છે. અંદમાન અને નિકોબારના બેરન દ્વિપ પર જ્વાળામુખી રાજધાની પોર્ટ બ્લેયરથી 140 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વમાં છે. લગભગ દોઢ સો વર્ષ સુધી શાંત રહેલો આ જ્વાળામુખી 191માં ફરી સક્રિયો થયો હતો. ત્યાર બાદ થોડા થોડા સમયના અંતરે તેમાં ગતિવિધિ જોવા મળી રહી છે. ગત મહિને 23 જાન્યુઆરી વૈજ્ઞાનિક તેમજ ઔદ્યોગિક અનુસંધાન પરિષદ્ (CSIR) અને રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થાના વૈજ્ઞાનિકોની ટીમ જ્વાળામુખીની પાસેના સમુદ્ર તટથી નમુના એકત્રીત  હતા.

તે દરમ્યાન જ્વાળામુખીમાંથી લાવા અને ધુમાળો નિકળવાનો શરૂ થયો હતો. ત્યાર બાદ ટીમના સભ્યો જ્વાળામુખીની નજીક ગયા હતા. તેમણે કહ્યું કે જ્વાળામુખી સતત 10 મીનિટ સુધી ફૂટતો રહ્યો. દિવસ દરમ્યાન તેમાંથી માત્ર રાખ નિકળતી હતી. જ્યારે સુરજ ઢળ્યા પછી તેમાંથી લાવા નિકળવા લાગ્યો હતો. ત્રણ દિવસ બાદ વૈજ્ઞાનિકોનું વધુ એક જૂથ બૈરન દ્વીપ પાસે ગયું અને આ દ્રષ્ય જોયું. જો કે જ્વાળામુખી દ્વીપ જવામાં જોખમને કારણે વૈજ્ઞાનિક દ્વીપને 1 કિલોમીટર દૂરથી જ જોવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ અહીંથી જે સેમ્પલ એકત્રીત કર્યા તે આ જ્વાળામુખીના ઇતિહાસમાં પ્રકાશ નાખવા માટે ઉપયોગી સાબીત થશે.

અંદમાન બેસિનને ભૂગર્ભીય ગતિવીધીઓ માટે ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં સમુદ્રની ઉંડાણમાં અન્ય કેટલાક જ્વાળામુખી છુપાયેલા છે. બેરન દ્વીપમાં કોઇ જ આબાદી નથી. તેના ઉત્તરી હિસ્સામાં ઝાડ-છોડ પણ નથી. ભારતના નાગરિક અંદમાન-નિકોબારના વન વિભાગ પાસેથી ખાસ અનુમતી લીધા બાદ દ્વીપ પર જઇ શકે છે.

http://sambhaavnews.com/

You might also like