NSGમાં એન્ટ્રીના મુદ્દે મોદીના પ્રયત્નોને મોટો ઝટકો, ચીને કહ્યું, સિઓલની બેઠકના એજેન્ડામાં ભારત નહી

બીજિંગ : એનએસજીમાં ભારતની સદસ્યતાને અમેરિકા અને રૂસ સહિત ઘણા મોટા દેશ સમર્થન આપી રહ્યાં છે, તો બીજી તરફ ચીને ફરી એકવાર આ માર્ગમાં અડચણો ઉભી કરવાનો પ્રયત્ન કર્યો છે. પડોશી દેશે સોમવારે કહ્યું કે સિઓલમાં યોજાનારી બેઠકમાં ભારતની સદસ્યતા કોઇ મુદ્દો જ નથી.

ચીને કહ્યું કે ‘એનએસજીના સભ્ય દેશ પણ આ મુદ્દે એકમત નથી. એવામાં આગામી બેઠક દરમિયાન સમૂહમાં કોઇ નવા દેશની એન્ટ્રી પર વાતચીત બાલિશ વાત હશે.’ આ બેઠક 24 જૂનના યોજાનારી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે ચીન અને પાકિસ્તાનના લાખ પ્રયત્નો છતાં ભારત એનએસજીની સદસ્યતાની દિશામાં આગળ વધી રહ્યું છે. અમેરિકાના રાજકીય દબાણના લીધે ન્યૂઝિલેંડ ભારતને સમર્થન અપવામાં રાજી થઇ ગયું છે, અમેરિકાએ એનએસજીમાં સામેલ બાકી સભ્યોને પણ આ વિશિષ્ટ સમૂહમાં ભારતની સદસ્યતા માટે સમર્થન કરવાનો અનુરોધ કર્યો છે.

You might also like