એનએસજીની સદસ્યતા અંગે રશિયાને ચેતવણી આપતું ભારત

નવી દિલ્હી: ભારતે રશિયાને ચેતવણી આપતાં જણાવ્યું છે કે જો ભારતને એનએસજીમાં સદસ્યતા નહિ મળે તો તે પરમાણુ ઊર્જા વિકાસના કાર્યક્રમમાં વિદેશી પાર્ટનરોને સહયોગ આપવાનું બંધ કરી દેશે.  ભારતે આ અંગે રશિયાને ચેતવણી આપતાં જણાવ્યું છે કે આવી પરિસ્થિતિમાં ભારત રશિયા સાથે કુડનકુલમ પરમાણુ ઊર્જા પરિયોજનાના પાંચમા અને છઠ્ઠા રિએક્ટર યુનિટને વિક‌િસત કરવા અંગે થયેલા એમઓયુ પર પણ અસર થઈ શકે તેમ છે. ભારતને એ વાતની ખાતરી થઈ છે કે રશિયા ભારતને એનએસજીમાં સદસ્યતા અપાવવા માટે તેની ક્ષમતાનો પૂરો ઉપયોગ કરતું નથી. તેથી ભારતે પણ તેનું વલણ કડક બનાવી આ અંગે રશિયાને ચીમકી આપી છે.

વૈશ્વિક મુદ્દા પર ચીનને સાથ આપી રહેલા રશિયા પાસે ભારત એવી અપેક્ષા રાખી રહ્યું છે કે તે ભારતને અનએસજીની સદસ્યતા મળે તે માટે ચીન પર દબાણ વધારે ત્યારે રશિયાને પણ હવે એ વાતનો અહેસાસ થવા લાગ્યો છે કે ભારત કુડનકુલમ એમઓયુને લઈને જાણી જોઈને વિલંબ કરી રહ્યું છે, કારણ તે એનએસજીની સદસ્યતા માટે રશિયા પર દબાણ વધારી શકે. એમઓયુ સાઈન કરવાને લઈ ભારત દ્વારા થતા વિલંબ અંગે રશિયાના નાયબ વડા પ્રધાન દિમિત્રી રોગોજિને ગત સપ્તાહમાં વડા પ્રધાન મોદી સાથેની મુલાકાતમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ બાબતને એક ઉચ્ચ અધિકારીએ સમર્થન આપ્યું હતું, જોકે ભારત તરફથી આ મુલાકાતમાં એમઓયુ સાઈન કરવા અંગે કોઈ ખાતરી આપવામાં આવી નથી.

આ મિટિંગ આગામી મહિનામાં યોજાનારી રશિયાના રાષ્ટ્રપતિ પુ‌િતન અને મોદી વચ્ચેની મુલાકાતને ધ્યાનમાં લઈ યોજવામાં આવી હતી ત્યારે હવે મોદી અને પુ‌િતનની મુલાકાતને બે સપ્તાહ બાકી છે ત્યારે રશિયાને એ વાતની ચિંતા સતાવી રહી છે કે જો એમઓયુ સાઈન નહિ થાય તો આ મુલાકાતનો કોઈ અર્થ નહિ રહે. ભારતે રશિયાને ચેતવણી આપી છે કે જો તે એક-બે વર્ષમાં ભારતને એનએસજીની સદસ્યતા નહિ મળે તો તેની પાસે સ્વદેશી પરમાણુ ઊર્જા કાર્યક્રમ ચલાવવા સિવાય કોઈ વિકલ્પ નહિ રહે, જોકે ભારતે આવી જ ચેતવણી અમેરિકા અને ફ્રાન્સને આપી છે કે નહિ તે અંગે સ્પષ્ટતા થઈ નથી.
http://sambhaavnews.com/

You might also like