ચાલુ નાણાકીય વર્ષમાં ત્રીજા ત્રિમાસિકમાં ઉત્પાદન ઘટવાની સંભાવનાઃ ફિક્કી

મુંબઈ: દેશમાંથી નિકાસ ઘટી રહી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ત્રીજા ત્રિદિવસીય સમયગાળામાં ઉત્પાદન ઘટવાની સંભાવના ઉદ્યોગ સંગઠન ફિક્કી દ્વારા વ્યક્ત કરાઈ છે. ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝનાં સર્વેક્ષણ મુજબ નાણાકીય વર્ષ ૨૦૧૪-૨૦૧૫ના ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં દેશમાં ઊંચો વિકાસ જોવાવાની સંભાવનાવાળા ટકાવારી મુજબ ૫૫ ટકા હતા. જે બીજા ત્રિમાસિક સમયગાળામાં ૬૩ ટકા હતા.

ફિક્કીએ જણાવ્યું છે કે સર્વેક્ષણમાં બીજા ત્રિમાસિક સમયગાળામાં મેન્યુફેકચરિંગ સેક્ટરમાં ગ્રોથ  જોવાવાના સંકેતો મળ્યા હતા. પરંતુ હવે ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં મેન્યુફેકચરિંગ સેકટરમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે નિકાસ એ તેનું મુખ્ય કારણ છે એટલું જ નહીં દેશમાં માગમાં સતત જોવાઈ રહેલો ઘટાડો, ઊંચા વ્યાજદર પણ કારણભૂત છે. સર્વેક્ષણ રિપોર્ટ બાદ અગ્રણી સેક્ટરના રિપોર્ટને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં ટેક્સટાઈલ, કેમિકલ્સ, સિરામિક્સ, ઈલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ, મશીન ટુલ્સ, ટાયર જેવાં સેક્ટર સામેલ છે.

You might also like