આઝાદી પછી ભારત અમીર દેશોની યાદીમાં 7માં સ્થાને

નવી દિલ્હીઃ ભારતે દુનિયા 10 સૌથી પૈસાદાર દેશોમાં પોતાનું સ્થાન જમાવી લીધું છે. ભારતની કુલ પર્સનલ પ્રોપર્ટી 5600 અરબ ડોલર (લગભગ 38 હજાર અરબ રૂપિયા) છે. આ યાદીમાં પ્રથમ સ્થાન પર અમેરિકા છે.

ન્યૂ વર્લ્ડ વેલ્થની રિપોર્ટ પ્રમાણે ભારત સાતમા સ્થાન પર છે. જ્યારે કેનેડા (4700 અરબ ડોલર), ઓસ્ટ્રેલિયા (4500 અરબ ડોલર) અને ઇટલી (4400 અરબ ડોલર) સાથે આઠમા, નવમા અને 10મા સ્થાન પર આવે છે. કુલ પર્સનલ સંપતિના સંદર્ભમાં અમેરિકા પ્રથમ સ્થાન પર છે. અમેરિકામાં આ સંપત્તિ 47,900 અરબ ડોલર છે. જ્યારે બીજા સ્થાન પર ચીન અને ત્રીજા સ્થાન પર જાપાન જેમની પર્સનલ સંપત્તિ 17,400 અરબ ડોલર અને 15,100 અરબ ડોલર છે.

અન્ય 10 દેશોની યાદીમાં બ્રિટન ચોથા સ્થાન પર છે. જેની કુલ પર્સનલ સંપત્તિ 9200 અરબ ડોલર છે. જ્યારે પાંચમાં સ્થાન પર જર્મન અને છઠ્ઠા સ્થાન પર ફ્રાંસ છે. દુનિયા 10 પૈસાદાર દેશોમાં ભારતનું સ્થાન તેની વસ્તિને કારણે છે.

You might also like