આ છે ભારતની પહેલી રેલ્વે રેસ્ટોરન્ટ

દુનિયામાં ઘણી બધી રેસ્ટોરન્ટ છે, જે કોઇના કોઇ ખાસ કારણથી જાણીતી બને છે. કેટલીક એવી રેસ્ટોરન્ટ પણ છે જે પોતાની ખાસ રેસિપી અને લોકેશનના કારણે બીજા કરતાં ઘણી અલગ હોય છે. આજે અમે તમને દેશની સૌથી પહેલી રેલ રેસ્ટોરન્ટ માટે કહેવા જઇ રહ્યા છીએ.

train-2

આ રેલ રેસ્ટોરન્ટ શ્યામલા હિલ્સ સ્થિત હોટલ અશોકા લેક વ્યૂમાં બનાવવામાં આવી છે, જ્યાં પ્લેટફોર્મ અથવા કોચમાં બેસીને જોરદાર લંચ અથવા ડિનરનો આનંદ લઇ શકો છો. આ રેસ્ટોરન્ટની ખાસ વાત એ છે કે જ્યારે તમે અહીં બેસીને ખાવાનું ખાવ છો ત્યારે ટ્રેન અથવા હોર્ન અથવા પ્લેટફોર્મ પર થતાં અનાઉસમેન્ટ જેવા અવાજો સાંભળીને તમને એવું લાગશે કે તમે રેલ્વે સ્ટેશન પર જ બેઠા છો. 2007માં મધ્ય પ્રદેશ ટૂરિઝ્મ ડિપાર્ટમેન્ટએ આ રેસ્ટોરન્ટ તૈયાર કરી હતી, જેને ભોપાલની નિઝામુદ્દીનથી જાણીતી ટ્રેન શાન એ ભોપાલના નામથી રાખવામાં આવ્યું.

train-3

એનું ઇન્ટિરીયલ ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોચની બારી પર એક વીડિયો ચાલતી રહે છે જેનાથી લાગે છે કે તમે સફર કરી રહ્યા છો.

You might also like