રસ્તાથી ઉંચી ચાલતી પોડ ટેક્સી દેશમાં ટૂંક સમયમાં શરૂ થશે, દિલ્હીના ગુ઼ડગાંવમાં પહેલા શરૂ થશે

જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે તેવી પૌંડ ટેકસીની ટુંક સમયમાં જ સર્વિસ શરૂ થઈ જશે.આ માટે એક ઉચ્ચસ્તરીય સમિતિએ નવેસરથી ભાવ મગાવવા ભલામણ કરી છે. ભારતમાં પૌંડ ટેકસીની સુરક્ષિત સર્વિસ માટે અમેરિકા જેવા નિયમો અને ઉપાયો અજમાવવામાં આવશે.

પૌંડ ટેકસી યોજનાને પર્સનલ રેપિડ ટ્રાન્જિટ (પીઆરટી) ના નામે પણ ઓળખવામા આવે છે. ૪૦૦૦ કરોડની આ પરિયોજના માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીની મહત્વકાંક્ષી યોજના છે. આ અંગે ગડકરીએ જણાવ્યું કે આ માટે હવે તમામ અવરોધ દૂર થઈ ગયા છે તેથી ટુંક સમયમાં જ પૌંડ ટેકસી માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે.

તેમજ આ માટે સમિતિએ કરેલી ભલામણો અનુરૂપ તેને લગતી સુરક્ષાની બાબતોની ચિંતા દૂર કરવામાં આવશે.ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ
પ્રાધિકરણને આ યોજનાને દિલ્હી ગુંડગાંવ કોરિડોરમાં (૧૨.૩૦ કિમી) શરૂ કરવાની જવાબદારી સોંપવામા આવી છે.

આ પ્રોજેકટ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ(પીપીપી)ના આધારે લાગુ કરવામા આવશે. પરિવહન નિષ્ણાત એસ.કે. ધર્માધિકારીની આગેવાની હેઠળની સમિતિએ આ માટે નવેસરથી ઈઓઆઈ જારી કરવા જણાવ્યુ છે. તેમાં નીતિ પંચની ભલામણોથી સામાન્ય સુરક્ષાના માપદંડને પણ સામેલ કરવામા આવશે.

You might also like