સાઉથ એશિયન ગેમ્સમાં ભારત પહેલીવાર ૨૦૦૦ ચંદ્રકોની નજીક

ગુવાહાટી : સાઉથ એશિયન ગેમ્સમાં મજબૂત ગણાતું ભારત આ રમતોના ઇતિહાસમાં પહેલીવાર ૨૦૦૦ ચંદ્રકોની નજીક પહોંચી ગયું છે. ભારતે આ રમતોમાં અત્યાર સુધી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે તે આ સૈગ રમતોમાં ૧૦૦૦ સુવર્ણ ચંદ્રકોનો આંકડો પહેલેથી પાર કરી ચૂક્યું છે. ભારત હવે ૨૦૦૦ ચંદ્રકોની નજીક પહોંચ્યું છે. અને ૧૮મી સાઉથ એશિયન રમતોના નવમા દિવસે ભારતે ૧૫૬ સુવર્ણ ૮૫ રજત અને ૨૭ કાંસ્ય સહિત કુલ ૨૬૮ ચંદ્રક જીત્યા છે.

ભારતે આ સ્પર્ધા શરૂ થતા પહેલા ૧૧ સ્પર્ધામાં ૯૦૦ સુવર્ણ, ૫૪૮ રજત અને ૨૮૬ કાંસ્ય સહિત ૧૭૨૮ ચંદ્રક જીત્યા હતા. ભારતના કુલ ચંદ્રકોની સંખ્યા અત્યારે ૧૯૯૬ પહોંચી ચૂકી છે. હજુ રમતોના બે દિવસ બાકી છે જેથી ભારતને ૨૦૦૦ ચંદ્રકોનો આંકડો પાર કરવાની તક મળશે. ભારતને રમતના નવમા દિવસે શુટિંગમાં ૬ સુવર્ણ, ટ્રાયથલનમાં બે સુવર્ણ અને તાઇકવાન્ડોમાં એક સુવર્ણ જીત્યો હતો.

You might also like