અરિસાલ દેશનું પ્રથમ ડિજિટલ ગામ બનશેઃ ફડણવીસ

મુંબઈ: મહારાષ્ટ્રનું અરિસાલ ગામ દેશનું પ્રથમ ડિજિટલ ગામ બનશે તેમ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર આગામી વર્ષના અંત સુધીમાં ૪૦ ગામને ડિજિટલ બનાવવા માગે છે.

અરિસાલ ગામને મહારાષ્ટ્રનું સાૈથી કુપાેષિત ગામ ગણવામાં આવે છે. ફડણવીસ ગઈ કાલે માઈક્રાેસાેફટના કાર્યક્રમને સંબાેધી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે માઈક્રાેસાેફટની મદદથી અરિસાલ ગામ ડિજિટલ ગામ બનશે. આ ગામને દેશનું સાૈથી કુપાેષિત ગામ ગણવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે અેક ગામને જ ડિજિટલ બનાવવાનું પૂરતું નહિ ગણાય. તેમણે માઈક્રાેસાેફટના નડેલાને જણાવ્યું કે તેમને ૨૦૧૬ સુધી આવાં ૫૦ ગામની જરૂર છે. તેમણે જણાવ્યું કે સ્માર્ટ શહેર વસાવવાનાે અર્થ સામર્થ્ય વિકાસ છે અને આપણે સ્માર્ટ ગામનાે પણ વિકાસ કરી શકીઅે તેમ છીઅે. અમે રાજ્યનાં ૪૦ ગામને ડિજિટલ બનાવવા માગીઅે છીઅે.

You might also like