ભરૂચનું GNFC ટાઉન બન્યું દેશનું સૌપ્રથમ કેશલેસ ટાઉન

અમદાવાદ : રાજયની 180 ટાઉનશીપ વહેલામાં વહેલી તકે કેશલેસ બનાવવાની મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જાહેરાત કરી છે.મુખ્યમંત્રીએ આ જાહેરાત GNFC દ્રારા આયોજીત ટાઉનશીપ કેશલેસ વર્કશોપના શુભારંભ પ્રસંગે કરી હતી.દેશમાં સૌ પ્રથમ કેશલેસ ટાઉનશીપ ગુજરાતના ભરૂચમાં GNFC બની છે.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિતિ નિતિ આયોગના અધિક સચિવ યજુવેદો માથુરએ GNFCની પ્રસંશા કરતાં, સમગ્ર દેશમાં GNFC ટાઉનશીપને કેશલેસ ટાઉનશીપનું મોડલ બનાવવાની જાહેરાત કરી હતી.

હવે સમગ્ર દેશમાં GNFCના મોડલમાં કેશલેસ ટાઉનશીપ બનાવવા નીતિ આયોગ સહયોગ પણ આપશે.રાજયના મુખ્ય સચિવ જે.એન.સિંહએ પણ રાજયની તમામ ટાઉનશીપને કેશલેસ બનાવવા ઝડપી પ્રયાસોની ખાતરી આપી હતી.

You might also like