આ કારણથી ભારતની GDP પહેલી વખત બ્રિટનને આપશે માત

નવી દિલ્હી: દુનિયામાં ઝડપથી અર્થવ્યવસ્થાની ગણતરીમાં ભારતની જીડીપી જલ્દીથી  બ્રિટેનને પાર કરી શકે છે. વિશ્વ પ્રસિદ્ધ બિઝનેસ મેગેઝીન ફોર્બ્સના અનુમાન પ્રમાણે, આગળના વર્ષે ભારતીય અર્થવ્યવસ્થા બ્રિટેનને પાર કરી દેશે. કોઇક દિવસ દુનિયાના સૌથી મોટા પ્રદેશ પર રાજ કરનાર બ્રિટેનને છેલ્લા 100 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વખત થશે, જ્યારે એની જીડીપી ભારતથી પાછળ રહી જશે.

ફોર્બ્સમાં પ્રકાશિત લેખમાં કહેવામાં આવ્યું છે કે હાલની કરન્સી રેટના હિસાબથી ભારતની જીડીપી 2.25 લાખ કરોડ ડોલર એટલે કે આશરે 153 લાખ કરોડ રૂપિયા હતા. તો વર્તમાનમાં બ્રિટેનની અર્થવ્યવસ્થાનો આકાર 2.31 લાખ કરોડ ડોલર એટલે કે 156 લાખ કરોડ રૂપિયા છે. એટલે કે ભારતની જીડીપી હજુ ઇંગ્લેન્ડથી માત્ર 3 લાખ કરોડ રૂપિયા ઓછી થઇ ગઇ છે.

થોડાક સમય પહેલા સુધી એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે જીડીપી બાબતે ભારત વર્ષ 2020 સુધી બ્રિટેનને પછાડી દેશે, પરંતુ છેલ્લા 25 વર્ષ દરમિયાન ભારતનો વધારે વિકાસ દરની સાથે યૂરોપિયન યૂનિયનથી બ્રિટનની બહાર થયા બાદ બહાર આવેલી સમસ્યાઓને જોતાં હવે આ લક્ષ્ય 3 વર્ષ પહેલા 2017માં જ શક્ય થતો જોવા મળી રહ્યો છે.

હાલમાં વર્લ્ડ બેંકની રેકિંગમાં બ્રિટેન દુનિયાની 5 મી અને ભારત 7 મી સોથી મોટી અર્થવ્યવસ્થા છે. ભારતે 1947માં આઝાદી મેળવ્યા બાદથી લઇને વર્ષ 1991 સુધી બ્રિટેનના લગભગ બરાબર દરથી જીડીપી વિકાસ દાખલ કર્યો. તો 1991માં વૈશ્વીકરણ અપનાવ્યા બાદ ભારતની અર્થવ્યવસ્થાની ઝડપ બ્રિટનની સરખામણીએ ખૂબ જ ઝડપી રહી.

એક બાજુ ભારતનો વિકાસ દર ઝડપી બનેલો છે તો બીજી બાજુ યૂરોપિયન યૂનિયનથી અલગ થવા પર એટલે કે બ્રેગ્જિટ બાદ ઇંગ્લેન્ડની પરિસ્થિતિ નબળી થઇ છે. એક અનુમાન પ્રમાણે ભારતીય અર્થવયવસ્થા જો 7 ટકા દરથી વધે છે, તો આગળના વર્ષના અંત સુધી જીડીપી 2.40 લાખ કરોડ ડોલર થઇ જશે. તો વર્લ્ડ બેંક અને બીજી સંસ્થાઓનું માનવું છે કે બ્રિટેનનો વિકાસ દર 1 2 ટકા સુધી રહેશે. આ અનુમાન અનુસાર જો બ્રિટીશ અર્થવ્યવસ્થા 2 ટકા દરથી પણ વધે છે, તો 2017 ના અંત સુધી તેનો આકાર 2.35 લાખ કરોડ ડોલરનો હશે, જો કે ભારતની અનુમાનિત જીડીપીથી .05 લાખ ડોલર ઓછો રહેશે.

આ ઉપરાંત પરચેન્જિગ પાવર પેરિટીની આઇએમએફની રેંકિંગમાં ભારત ત્રીજા સ્થાન પર છે. આ રેંકિંગમાં ચીન પહેલા અને અમેરિકા બીજા નંબર પર છે, જ્યારે બ્રિટન નવમાં સ્થાન પર છે.

You might also like