ચાલુ વર્ષે ભારતનો આર્થિક વૃદ્ધિદર મજબૂત રહેશે

મુંબઇ: અમેરિકાના એક અગ્રણી અર્થશાસ્ત્રી સ્ટીવ એચ હેંકે કહ્યું છે કે વર્ષ ૨૦૧૬-૧૭માં ભારતનો આર્થિક વૃદ્ધિદર મજબૂત જોવાશે. તેની પાછળનાં મુખ્ય કારણોમાં અસંગઠિત ક્ષેત્રે નોટબંધી બાદ ઓછી પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે. નોંધનીય છે કે હેંક બાલ્ટિમોરમાં જોન હોપકિન્સ યુનિવર્સિટી સાથે જોડાયેલા છે. ઉલ્લેખનીય છે કે ભારત સરકારે નોટબંધી જાહેર કર્યા બાદ ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિદર ૭.૧ ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.

સીએસઓના ડેટા અનુસાર ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં જીડીપી વૃદ્ધિદર સાત ટકા રહ્યો હતો, જ્યારે ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૧૬માં ચીનનો જીડીપી વૃદ્ધિદર ૬.૮ ટકા રહ્યો હતો. આમ, ભારતનો વૃદ્ધિદર ચીન કરતાં ઊંચો જોવા મળ્યો હતો.

http://sambhaavnews.com/

You might also like