ભારતનું સૌથી સ્વચ્છ શહેર, જ્યાં કચરો વેચીને કમાણી કરે છે લોકો

ભારતમાં હાલમાં સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે. જ્યારે શહેરમાં ગમે ત્યાં કચરો ન ફેંકવાનું કહેવામાં આવે છે અને કેટલાક રાજ્યમાં ગમે ત્યાં કચરો ફેંકવા પર દંડ પણ ફટકારવામાં આવે છે. ત્યારે દેશમાં બણેલા લોકો પણ રસ્તા પર ગમે ત્યાં કચરો ફેંકી દેતા જોવા મળે છે. પરંતુ તમને એ જાણીને નવાઇ લાગશે કે ભારતમાં એક એવું પણ શહેર છે જેને ભારતનું સૌથી સ્વસ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે. જી હાં, આ શહેર છે મૈસૂર.

mysore-5

મૈસૂરના લોકો ખરેખર વખાણવા લાયક છે. ઇનાડુંઇન્ડિયાની અનુસાર મૈસૂરનું શહેર કુંબલ કોપ્પલમાં પોતાના શહેરને સ્વચ્છ રાખવાની સાથે કચરાથી કમાણી પણ કરે છે. કુંબલ કોપલના નાગરિક કાર્યકર્તા ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટની દેખરેખ કરે છે. કચરો વેચીને મળતી આવક તેમની કમાણીનું મુખ્ય સાધન છે.

mysore-2

કુંબલ કોપ્પલમાં દરરોજ 200 ઘરોમાંથી કચરો ભેગો કરીને ભીનો અને સૂકો અલગ અલગ જમા કરવામાં આવે છે. આ કચરાનો 95 ટકા ભાગ મોકલી દેવામાં આવે છે. પછી તેને વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે જ્યાં દરરોજ પાંચ ટન કચરામાંથી ખાતર તૈયાર કરવામાં આવે છે.

mysore-3

આ પ્રકારે એકત્રિત કરેલો ભીનો કચરાથી કમ્પોસ્ટમાં બદલવામાં આવે છે.જેને ખાતર સ્વરૂપે ખેડૂતોને વેંચી કાઢવામાં આવે છે. સૂકા કચરાને પણ પ્લાસ્ટિક અને મેટલના સામાનને એકત્રિત કરીને વેંચવામાં આવે છે. તેનાથી મળતી આવકને સાફ સફાઇમાં લાગેલા કાર્યકર્તાઓની વચ્ચે વહેંચવામાં આવે છે. આવક ઉપરાંત આ કાર્યકર્તાઓને કાર્યના બદલામાં ઘર અને સ્વાસ્થ્ય સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. આ સાથે આ કમાણીના એક ભાગને ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટનાં મેન્ટેનન્સ માટે ખર્ચવામાં આવે છે.

mysore-4

મૈસૂરને સ્વચ્છ બનાવવા માટે અહીંની સ્ત્રી શક્તિનું મહત્વ યોગદાન છે. અહીં રહેનારી મહિલાઓનો સમૂહ છે જે દરેક ઘરમાંથી કચરો એકત્રિત કરે છે અને ત્યાંના લોકોને સ્વચ્છતા માટે જાગૃત પણ કરે છે. ધ્યાન રાખવા વાળી વાત તો એ છે કે અહીં રહેનારા દરેક લોકો સફાઇનું ખૂબ જ ધ્યાન રાખે છે એટલા માટે મૈસૂરનું નામ સૌથી સ્વચ્છ શહેરોમાં આવે છે.

You might also like