આખી દુનિયામાં જાણીતા છે ભારતના આ બીચોની સુંદરતા

આમ તો દુનિયામાં એક એકથી ચઢીયાતા સુંદર બીચ છે. જ્યાં પર જવાના દરેકના સપના હોય છે. પરંતુ ભઆરતમાં એવા ઘણા બીચ છે જે ખૂબ જ સુંદર અને જોવાલાયક છે. કારણ કે સુંદર બીચોની બાબતે આપણો દેશ કોઇનાથી પાછળ નથી. તો ચલો જોઇએ ભારતના કેટલાક સુંદર અને મન મોહી લે એવા બીચો.

ઋષિકોંડા બીચ
આંધ્ર પ્રદેશમાં સ્થિત આ બીચ વિશાખાપટ્ટનમ શહેરની વચ્ચે બંગાળની ખાડીના કિનારા પર આવેલો છે. પાણીને પ્રેમ કરતા લોકો માટે ગોવાની જેમ અહીંયા પણ વોટર સ્પોર્ટસ છે.

rushi-konda

ગોકર્ણ બીચ
કર્ણાટકનો ગોકર્ણ બીચ ટૂરિસ્ટોમાં ખૂબ જ જાણીતો છે. અહીંયા ભગવાન શિવના ખૂબ જ મંદિરો છે એ કારણથી અહીંયા શ્રદ્ધાળુઓની ભીડ ખૂબ જ હોય છે. પરંતુ આ માત્ર શ્રદ્ધાળુઓ માટે નહીં પરંતુ ફન લવિંગ માટે એક વન સ્પોટ ડેસ્ટીનેશન બની ગયું છે.

gokarn-beach

કોવાલમ બીચ
કેરલમાં આવેલો કોવોલમ બીચ આપણાં દેશમાંથી લોકપ્રિય બીચમાંથી એક છે. આ બીચની ખાસ વાત એ છે કે આ અરબ સાગરના કિનારા પર છે અને આ બીચની આસપાસ પણ ઘણા લુભાવના બીચ છે. સાથે સાથે ખાવા પીવાના શોખીન લોકો માટે સારું સીફૂડ મળે છે.

kovalam-beach

માલદીવ્સ
માલદીવ્સના બીચ માટે દરેક લોકાએ સાંભળ્યું હશે, પરંતુ અહીંના બીચ અને એનું પાણી એટલુ ચોખ્ખું છે કે તમે જોઇને ખુશ થઇ જશો.

maldius

ગોવા
ગોવાએ પોતાની ઓળખાણ આપવાની જરૂર નથી. આ જગ્યા પોતાના સુંદર બીચ, નાઇટ લાઇફ, પાર્ટી અને વોટરસ્પોર્ટસ માટે ખૂબ જ જાણીતી છે. જો કોઇ ટૂરિસ્ટ એક વખત ગોવા આવે છે તો એને આ જગ્યા સાથે પ્રેમ થઇ જાય છે. અહીં દરવર્ષે લાખોની સંખ્યામાં ટૂરિસ્ટો આવે છે.

goa

You might also like