ભારતનો જડબાતોડ જવાબ, પાક.ની અનેક ચોકીઓ કરાઈ ધ્વસ્ત, બે સૈનિકો ઠાર

LoC પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા સીઝફાયરના ઉલ્લંઘનનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય જવાનોના ફાયરિંગમાં પાકિસ્તાનની અનેક ચોકીઓ ધ્વંસ્ત થઈ ગઈ છે. તો ફાયરિંગ પાકિસ્તાનના બે જવાનો પણ ઠાર થઈ ગયા છે.

મહત્વનું છે કે શનિવારે પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો ભંગ કરવામાં આવ્યો હતો, અને પૂંછ જિલ્લામાં LoC પર ફાયરિંગ કર્યું હતું. જેમાં સેનાના એક જવાન શહીદ થયો હતો. જ્યારે જવાનની પત્નીનું પણ મોત નિપજ્યું હતું. જ્યારે જવાનની 3 પુત્રીઓ ઘાયલ થઈ હતી. સામે ભારતીય જવાનોએ કરેલા ફાયરિંગમાં પાકિસ્તાનને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સીમા પર એક પાકિસ્તાની પોસ્ટને પણ નુકસાન પહોંચ્યું છે. જેમાં બે પાકિસ્તાની સૈનિકના મોત નિપજ્યા છે. જ્યારે 7 ઘાયલ થયા છે..જેમાં ત્રણની હાલત ગંભીર છે.

You might also like