યુકેએ Phd લેવલના વિઝાની મર્યાદા ખતમ કરીઃ ભારતીયોને ફાયદો થશે

(એજન્સી) લંડન: યુકે સરકાર વિદેશી પીએચડી ધારકોને પોતાને ત્યાં કામ કરવા માટે વિઝાની સંખ્યાની મર્યાદા ખતમ કરશે. આ કારણે મોટા પ્રમાણમાં ઉચ્ચ ડિગ્રી ધારી ભારતીયોને ફાયદો થશે. યુકેના ચાન્સેલર ફિલિપ હેમન્ડે એક બજેટ અપડેટમાં જાહેરાત કરી હતી કે આ વર્ષથી ઉચ્ચ શિક્ષણ આધારિત નોકરીઓ માટે બ્રિટનમાં આવનારા લોકોની સંખ્યાની સીમા નહીં રહે.

હેમન્ડે હાઉસ ઓફ કોમન્સને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે બ્રિટનને ટેકનિકલ ક્રાંતિનું નેતૃત્વ કરે તે અમારી યોજનાનો પ્રમુખ સ્તંભ છે. તેનાથી અમારી અર્થવ્યવસ્થાની કાયા કલ્પ થઈ રહી છે. આ લક્ષ્યને સાધવા માટે અમે પીએચડી લેવાલની નોકરીઓ માટે વિઝાની સંખ્યાની સીમા પૂરી કરી રહ્યા છે.

તેમને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ઓટમ ૨૦૧૯થી પીએચડી સ્તરની નોકરીઓને જનરલ મર્યાદાથી મુક્ત કરી દેવાશે. આજ દિવસે ઈમિગ્રેશન રૂલ્સ પણ બદલાઈ જશે જેથી વિદેશમાં ફિલ્ડ કરનારા રિસર્ચર યુકેમાં રહેવા ઈચ્છે તો તેમને પરેશાનીનો સામનો ન કરવો પડે.

યુકેના ગૃહમંત્રાલયના તાજેતરના આંકડા મુજબ ૨૦૧૮માં ઉચ્ચ દરજ્જાની નોકરીઓ માટે ૫૪ ટકા જનરલ શ્રેણીના વર્ક વિઝા ભારતીયોને અપાયા હતા. ગયા વર્ષે ભારતીયોને આ કેટેગરીના વિઝાની સ્વીકૃતિમાં પણ વધારો કરાયો હતો. ૨૦૧૭ની સરખામણીમાં ૨૦૧૮માં ૧૦૦ ટકા એટલે કે ૩૦૨૩ વધુ વિઝા મળ્યા હતા.

You might also like