ભારતીયોનો નંબર અમેરિકાના પ્રવાસે જવામાં વિશ્વમાં ૧૧મો

દરેક દેશ સહેલાણીઓને પોતાના તરફ અાકર્ષિને વિદેશી નાણું રળવાની કોશિશમાં હોય છે. અમેરિકા પણ એમાંથી બાકાત નથી. ૨૦૧૪માં અમેરિકામાં ભારતના ૯,૬૧,૭૯૦ સહેલાણીઓ અાવે છે એમાં ભારતનો નંબર ૧૧મો છે. જોકે હવે વધુ ભારતીયોને અાકર્ષવા માટે અમેરિકા મથી રહ્યું છે.

કહેવાય છે કે ૨૦૨૧ની સાલ સુધીમાં ૧૮.૫ લાખ ભારતીયો અમેરિકાનો પ્રવાસ કરવા જાય એવી અપેક્ષા સેવાઈ રહી છે. ઓબામા સરકારે ૨૦૨૧ની સાલ સુધીમાં વિશ્વભરમાંથી ૧૦ કરોડ અાંતરરાષ્ટ્રીય સહેલાણીઓને અમેરિકા તરફ અાકર્ષવાનું ધ્યેય રાખ્યું છે.

You might also like