ભારતીયો મોંઘી તેમજ વિદેશ યાત્રાના શોખીન

નવી દિલ્હી: ભારતીયોમાં હવે યાત્રા પર ખર્ચ કરવાની પ્રવૃત્તિ વધી રહી છે. દિવસે દિવસે આરામદાયક યાત્રા કરનારા ભારતીયોની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. યાત્રા ડોટ કોમે આ અંગે જાણકારી આપી છે. યાત્રા ડોટ કોમ દ્વારા શિયાળામાં કરવામાં આવેલા સરવે અનુસાર 30 ટકાથી વધારે પ્રતિભાગીઓએ માન્યુ હતું કે તેઓ એક યાત્રા માટે 50 હજારથી વધારેનો ખર્ચ કરવા માટે તૈયાર છે.

યાત્રા ડોટ કોમના અધ્યક્ષ શરત ઢાલે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં વેકેશન ગાળવા માટે બહાર જવામાં ભારતીયોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને શિયાળામાં માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશ પ્રવાસ જવામાં પણ વધારો નોંધાયો છે.

લગભગ 30 ટકા પ્રતિભાગીઓ રજાઓ ગાળવા માટે વિદેશ યાત્રા જવાનું પસંદ કરે છે જેમાં સૌથી પસંદગીના સ્થળોમાં દક્ષિણ પૂર્વ એશિયા રહ્યું છે.

સ્વદેશી પર્યટન સ્થળોમાં કાશ્મીર સૌથી વધારે પસંદગીનું સ્થળ માનવામાં આવે છે. ત્યાર બાદ ગોવા, કેરળ અને અંડમાન એન્ડ નિકોબાર આઇલેન્ડને ભારતીયો વધારે પસંદ કરી રહ્યાં છે.

જોકે 60 ટકા જેટલા પ્રતિભાગીઓએ 4000 રૂપિયાની અંદરના બજેટને વધારે તવજ્જો આપી હતી.

You might also like