વિદેશ જતા તમામ ભારતીયો હિંદુ તરીકે ઓળખાય છેઃ ભાગવત

મુંબઇ ; રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતનું કહેવું છે કે ભારતના લોકો જ્યારે વિદેશ જાય છે ત્યારે તેમને હિંદુ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે દુનિયામાં ભારતીય લોકો હિંદુ તરીકે ઓળખાય છે. મોહન ભાગવતે ઉત્તર મહારાષ્ટ્રના આદિવાસી બહુમતીવાળા નંદુરબાર જિલ્લામાં એક સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે આપણે બધા હિંદુઓ છીએ.

દેશમાં વિવિધતા છે, પરંતુ જ્યારે આપણે ભારતની બહાર જઇએ છીએ ત્યારે ત્યાંના લોકો આપણને હિંદુ કહીને બોલાવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખે ભારતની ધાર્મિક વિવિધતા અંગે જણાવ્યું હતું કે અહીં તમામ ધર્મ સ્વીકાર્ય છે. મોહન ભાગવતે વધુમાં જણાવ્યું હતું કે આપણે એવા દેશના લોકો છીએ, જ્યાં આપણે વિવિધ સ્વરૂપમાં ઇશ્વરની આરાધના કરીએ છીએ

You might also like