ભારતીયોના સમર્થનમાં આવી હિલેરી, ટ્રંપની કરી અવગણના

વોશિગંટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રિપબલ્કિન પાર્ટીના દાવેદાર હિલેરી ક્લિન્ટને ભારતીયોનું સમર્થન કર્યું હતું. ટ્રંપે થોડા દિવસો પહેલાં તેમના ભાષણમાં ભારતીય કોલ સેન્ટરના પ્રતિનિધીની મજાક ઉડાવી હતી. ત્યારે આ મામલે તેમણે ટ્રંપની આકારી નિંદા કરી છે. તેમણે ટ્રંપની નીતિને વિભાજનકારી ગણાવી છે. સાથે અસન્માનીત કૃત્ય પણ ગણાવ્યું છે. હિલેરીના ચૂંટણી પ્રચારના અધ્યક્ષ જોન પોડેસ્ટાએ જણાવ્યું છે કે ભારતીય કર્મચારીઓની મજાક ઉડાવવી તે એક પ્રકારનું અસન્માન દર્શાવે છે. જે ડોનાલ્ડ ટ્રંપે વિવિધ સમૂહો પ્રત્યે દર્શાવ્યું છે.

તેમણે મેરીલેન્ડમાં જર્મનટાઉનમાં “ઇન્ડિયન અમેરિકન્સ ફોર હિલેરી”ની ઔપચારિક શરૂઆત પછી સંવાદદાતાઓને કહ્યું હતું કે, ટ્રંપે કટ્ટરતા અને વિભાજનની મુહિમ ચલાવી છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે આ દેશ માટે એક ખતરનાક બાબત છે. જ્યારે તમે વિચારો છો કે તમારે મિત્રો, સાથિયોની જરૂર છે. ત્યારે આ રીતના નિવેદનો અયોગ્ય છે. ટ્રંપ જે રીતનો પ્રચાર કરી રહ્યાં છે. તે રીતે તેઓ વિશ્વમાં એક બીજા પ્રત્યે અસન્માન અને હિંસાને જન્મ આપી શકે છે. “ઇન્ડિયન અમેરિકન્સ ફોર હિલેરી” દ્વારા હિલેરી ભારતીય અમેરીકી સમુદાયને સમર્થન આપવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

You might also like