ક્યાં-કેવું ખાવાનું મળે છે એના આધારે ત્યાં ફરવા જવું કે નહીં એ નક્કી કરે છે ભારતીયો

ટૂરિસ્ટ વિશે રિસર્ચ કરતી ટેસ્ટ ઓફ ટ્રાવેલના સંશોધન પ્રમાણે ૬૭ ટકા ભારતીય પ્રવાસપ્રેમીઓ તેમના પ્રવાસનાં સ્થળો ખાદ્યપદાર્થોના આધારે નક્કી કરે છે. ૨૦૧૮માં ૪૯ ટકા ભારતીય પ્રવાસીઓએ ફક્ત પ્રવાસના સ્થળના ખાદ્યપદાર્થોને ધ્યાનમાં રાખીને એટલે કે ફૂડ ટૂરિઝમ ટ્રિપ પ્લાન કરી હોવાનું એના ગ્લોબલ રિસર્ચમાં જાણવા મળ્યું હતું.

ટેસ્ટ ઓફ ટ્રાવેલ રિસર્ચ ૩૦ જુદા જુદા માર્કેટમાં ૫૬,૭૨૭ લોકોમાં કરવામાં આવ્યું હતું. સંશોધનનાં પરિણામોમાં ફક્ત ભારતના પ્રવાસીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભારતના સંદર્ભનાં તારણો ૨૦૨૩ લોકોના મત પર આધારિત હતાં. ૨૦૧૭ના વર્ષ દરમિયાન ઓછામાં ઓછા એક વખત પ્રવાસ કરી ચૂકેલા અને ૨૦૧૮માં પ્રવાસનું પ્લાનિંગ કરતા ૧૮ વર્ષથી વધારે ઉંમરના લોકોનો એ ૨૦૧૩ જણમાં સમાવેશ થતો હતો.

You might also like