આઇસ હોકીમાં ભારતની પહેલી આંતરરાષ્ટ્રીય જીત

મહિલા આઇસ હોકી ટીમે ફાળો ઉઘરાવી તૈયારી કરી અને ફિલિપાઇન્સને માત આપી ઇતિહાસ રચી દીધો
નવી દિલ્હીઃ ભારતીય મહિલા આઇસ હોકી ટીમે ઇતિહાસ રચતા આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી જીત હાંસલ કરી છે. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં રમાયેલા IIHF એશિયા ચેલેન્જ કપમાં ભારતીય ટીમે ફિલિપાઇન્સને ૪-૩થી માત આપી. ટીમની જીત એટલા ખાસ બની રહી છે, કારણ કે ટૂર્નામેન્ટમાં જવા માટે તેઓ પાસે નાણાં પણ નહોતાં. આનામ માટે મહિલા ખેલાડીઓએ ફન્ડિંગ અભિયાન શરૂ કર્યું અને ફાળો એકઠો કર્યો. આ અભિયાન અંતર્ગત ૩૦૦૦ દાનવીરોઓ સહયોગ આપ્યો. આ પૈસાથી મહિલા ખેલાડીઓની ટ્રેનિંગ, રહેવાની વ્યવસ્થા, એર ટિકિટનો ખર્ચ કાઢ્યો. વિઝા, ટીમની જર્સી અને કિટની વ્યવસ્થા કરાઈ. ભારતીય મહિલા ટીમે થોડા સમય માટે કિર્ગિસ્તાનમાં પણ પ્રશિક્ષણ પણ લીધું.

ભારતે ૨૦૧૬ના એશિયા ચેલેન્જ કપથી પોતાના આંતરરાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરીહતી. એ ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાની અનુભવહીનતા સ્પષ્ટપણે જોવા મળી હતી અને ભારતીય ટીમે ૩૯ ગોલ ખાધા હતા અને ફક્ત પાંચ ગોલ જ કરી શકી હતી. જોકે આ વર્ષે ભારતીય ટીમ કંઈક અલગ જ અંદાજમાં જોવા મળી. ફાઇનલમાં ભારતે શરૂઆતમાં સરસાઈ મેળવી લીધી હતી અને મધ્યાંતર સુધી ૧-૦ની સરસાઈ જાળવી રાખી હતી. મેચમાં પહેલા ત્રણ ક્વાર્ટરમાં કોઈ ટીમ ગોલ કરી શકી નહીં, પરંતુ અંતિમ પીરિયડમાં સ્થિતિ સમગ્રપણે બદલાઈ ગઈ. બંને ટીમે જોરદાર આક્રમક રમતનું પ્રદર્શન કર્યું અને ૩-૩ ગોલ કર્યા. જોકે ભારતીય ટીમે આખે ૪-૩થી વિજય હાંસલ કરી લીધો હતો. ભારતની જીત સાથે જ સ્ટેડિયમમાં ‘ભારત માતા કી જય’ના નારા ગૂંજવા લાગ્યા હતા.

૩૦૦૦ લોકોએ મદદ કરી
આ જીત ટીમ માટે બહુ જ જરૂરી હતી, કારણ કે ભારતમાં આઇસ હોકી બહુ પ્રચલિત નથી. નાણાંની અછત અને અન્ય મુશ્કેલીઓ પણ આ ૨૦ મહિલા ખેલાડીઓનું મનોબળ તોડી શકી નહીં. ગત વર્ષે ચીની તાઇપેમાં યોજાયેલી આ સ્પર્ધામાં ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું, પરંતુ આ વર્ષે શાનદાર રમતનું પ્રદર્શન ભારતીય ખેલાડીઓએ કર્યું. ભારતીય મહિલા ટીમને ૩૦૦૦ જેટલા લોકો તરફથી નાણાકીય મદદ મળી હતી.
http://sambhaavnews.com/

You might also like