ભારતીય સ્ત્રીઓ હવે એકલી પ્રવાસે નીકળવા લાગી છે

એકલા ટ્રાવેલ કરવાનું અઘરું મનાય છે, પણ ભારતમાં લગભગ ૭૦ ટકા જેટલી મહિલાઓ એકલી પ્રવાસ કરી અાવી છે અથવા તો કરવાનું અાયોજન કરી રહી છે. ભારતમાં ૭૩ ટકા સહેલાણીઓએ ઓછામાં ઓછું એક વાર એકલા પ્રવાસ કર્યો છે, જ્યારે ૩૩ ટકા મહિલાઓ એકલી ફરવા માટે ઓપન માઈન્ડ ધરાવે છે.

દેશભરમાંથી ૧૦૦૦ મહિલાઓનો અા સર્વેમાં સમાવેશ કરવામાં અાવ્યો હતો. ૧૯ ટકા મહિલાઓ તેમની સોલો ટ્રિપનું અાયોજન વિશ્વાસપાત્ર એજન્ટ થ્રૂ કરવામાં કમ્ફર્ટેબલ હોય છે. ૧૬ ટકા સોલો ટ્રાવેલર્સ તેમની પસંદગીની જગ્યાની ટૂર કોઈ અાયોજન કે નિર્ધારિત અાયોજન વિના કરવાનું પસંદ કરે છે.

You might also like