ભારતીય મહિલા હૉકી ટીમ સિરીઝ જીતી, દક્ષિણ કોરિયાને પછાડ્યું

ભારતીય મહિલા હોકી ટીમે શુક્રવારે ચોથી મેચમાં 3-1થી વિજય મેળવ્યો. આ ઉપરાંત પાંચ મેચોની શ્રેણીમાં 3-1થી આગળ પણ વધ્યા. ભારતીય ટીમ તરફથી ગુરુજિત કૌર, દીપિકા અને પૂનમ રાનીએ ગોલ કર્યો અને દક્ષિણ કોરિયા તરફથી એકમાત્ર ગોલ હ્યુન પાર્કે કર્યો હતો.

ભારતીય મહિલા હોકી ટીમે શરૂઆતથી જ બોલ પર પોતાનુ આધિપત્ય જમાવી રાખ્યું હતું. મેચની બીજી મિનિટમાં જ ગુરજિતે ગોલ કરીને ટીમને 1-0 થી આગળ વધારી. એના પછી દીપિકાએ ગોલ કરીને ભારતીય ટીમને 2-0થી આગળ કરી.

ભારતીય ટીમે બોલ પર સારી પકડ જમાવી રાખી હતી. જેના પગલે દક્ષિણ કોરિયાને ગોલ કરવાની તક જ ના મળી. મેચના ચોથા ક્વાટરમાં ભારતીય ટીમે 3-0થી આગળ કરી દીધી. પૂનમ રાનીએ 47મી મિનિટે ગોલ કરીને ભારતીય ટીમને આગળ વધારી. છેવટે, કોરિયાએ ગોલ પણ કરી શક્યા, જે ખાલી રાહ જોઇ રહ્યા હતા. પાર્કે 57મી મિનિટમાં ગોલ કરીને 1-3 સ્કોર કર્યો હતો.

You might also like