ભારતીય મહિલા ક્રિકેટર્સ વિદેશી લીગમાં રમી શકશે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર્સ હવે કેન્દ્રીય કરાર શરૂ કરવાની યોજના બાદ બીસીસીઆઇ મિતાલી રાજ, ઝૂલન ગોસ્વામી જેવી મહિલા ખેલાડીઓને મહિલા બિગ બેશ લીગ જેવી વિદેશી ટૂર્નામેન્ટમાં રમવાની છૂટ આપે તેવી શક્યતા છે.
ભારતીય મહિલા ક્રિકેટર્સ હવે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં વિદેશી લીગમાં રમતી જોવા મળશે, શરત એક જ છે કે તેમના કરારને બીસીસીઆઇ તરફથી મંજૂરી મળે. બીસીસીઆઇની મહિલા ક્રિકેટ સમિતિની બેઠક દરમિયાન નિર્ણય કરવામાં આવ્યો, જેનાથી ભારતીય મહિલા ખેલાડીઓના ઓસ્ટ્રેલિયામાં મહિલા બિગ બેશ લીગ અને ઈંગ્લેન્ડમાં મહિલા સુપર લીગ (WSL) માં રમવાનો માર્ગ મોકળો બન્યો. જોકે ૩૦ જુલાઈથી ૧૪ ઓગસ્ટ દરમિયાન WSL માટે બીસીસીઆઇની જાહેરાત સંભવતઃ થોડી મોડી થઈ છે.

You might also like