ભારતના આ ગામમાં રાત પડતાં જ છોકરીઓ ઉતારી દે છે કપડાં, કરે છે આ કામ

આ સમાચાર છે ભારતના બિહાર રાજ્યના. જ્યાં હાલના દિવસોમાં છોકરીઓ નિર્વસ્ત્ર થઇને ઘરની બહાર નિકળવાની ઘટનાને દરેક લોકોને હેરાન કરી દીધા છે. આ આખી બાબત દેહાત ગામ સાથે જોડાયેલી છે. બિહારના મોટાભાગના ગામમાં ઓછા વરસાદને કારણે પાક ખૂબ બર્બાદ થઇ ગયો છે. એવામાં નવા પાક માટે ગામના લોકો ભગવાન સાથે સારો વરસાદ થાય એ માટે પ્રાર્થના કરે છે. એના માટે અહીં ગામના દરેક ઘરમાંથી છોકરીઓને કપડાં ઉતારીને ખેતરમાં જવા માટે કહેવામાં આવે છે. છોકરીઓને આવું કરવા માટે તેમના ઘરના લોકો જ મજબૂર કરે છે. બિહારમાં ઓછા વરસાદને કારણે મોટાભાગના લોકો પોતાની માન્યતાઓ અને ધારણાંઓને લઇને ઘણા આગ્રહી હોય છે.

પૂર્વ ભારતમાં વરસાદ નહીં પડવાને કારણે ખેડૂતો ખૂબ જ પરેશાન છે. એવામાં ખેડૂતો પોતાની અવિવાહીત પુત્રીઓને નગ્ન થઇને ખેતરોને ખેડવા માટે કહી રહ્યા છે. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે જેનાથી વરસાદના દેવતાને શર્મિદા કરવામાં આવે અને એના દ્વારા વરસાદી વરસાદ માટે મજબૂર કરવામાં આવી શકે. હકીકતમાં આ વિસ્તારોમાં વરસાદની ખૂબ જ જરૂર છે. જેનાથી ખએતરોમાં વાવેતર થઇ શકે.

ગ્રામ પંચાયત અધિકારી ઉપેન્દ્ર કુમારનું માનવી તો ગામના લોકો પોતાની માન્યતાને લઇને ખૂબ જ મક્કમ છે. વરસાદ માટે વિસ્તારમાં આ ખૂબ જ વિશ્વસનિય સામાજિક પ્રથા છે. ગામના લોકોએ શપથ લીધા છે કે જ્યાં સુધી જોરદાર વરસાદ નહીં થાય ત્યાં સુધી આ પ્રથાને ચાલુ રાખશે. છેલ્લા આઠ વર્ષમાં આ વર્ષે ભારતમાં વરસાદની શરૂઆત સૌથી ખરાબ થઇ છે અને એવામાં કેટલાક રાજ્યોમાં દુષ્કાળ પડ્યો છે. એવામાં સારાં પાક માટે વરસાદ થવો ખૂબ જ જરૂરી છે.

You might also like