તીરંદાજ અતાનુદાસનું શાનદાર પ્રદર્શનઃ દીપિકાએ નિરાશ કર્યા

ભારતના તીરંદાજ અતાનુદાસે શાનદાર પ્રદર્શન કરતાં પુરુષોની વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડ સ્પર્ધામાં પાંચમું સ્થાન હાંસલ કરીને નોકઆઉટ માટે ક્વોલિફાય કરી લીધું છે. અતાનુએ ૬૪ તીરંદાજો વચ્ચે રેન્કિંગ રાઉન્ડમાં પાંચમું સ્થાન હાંસલ કર્યું. અતાનુએ ૬૮૩ પોઇન્ટ હાંસલ કર્યા. જ્યારે મેડલની દાવેદાર દીપિકાકુમારી ક્વોલિફાઇંગ રાઉન્ડમાં જ નિશાન ચૂકી જતાં ભારતને ઝટકો લાગ્યો છે. ભારતની સ્ટાર તીરંદાજ દીપિકા ૭૨૦માંથી ૬૪૦ના સ્કોર સાથે ૨૦મા નંબર પર રહી હતી. તીરંદાજ બોમબાયલા દેવીએ ૬૩૮નો સ્કોર કર્યો અને તે ૨૪મા સ્થાન પર રહી હતી.

You might also like