પાકિસ્તાનમાં ભારતીય હાઇકમિશ્નરે મહિલાને બંધક બનાવ્યાનો આરોપ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં એક નાગરિકનું ભારતીય હાઇકમિશ્નર પર તેની પત્નીને લઇ લેવાનાં આરોપમાં નવો વળાંક આવી ગયો છે. હવે 20 વર્ષીય ભારતીય મહિલાએ પોતાના પાકિસ્તાની પતિ પર જ મોટા આરોપો લગાવ્યા છે. મહિલાએ આરોપ લગાવ્યો કે તેને બંદુકનો ભય દેખાડીને પરાણે પાકિસ્તાની વ્યક્તિ સાથે લગ્ન કરાવી દેવામાં આવ્યા. ઉજમા નામની આ મહિલાએ ઇસ્લામાબાદ કોર્ટમાં પોતાનાં પતિ તાહીર અલીની વિરુદ્ધ અરજી દાખલ કરી છે. ઉજમાએ જજની સામે પોતાનું નિવેદન પણ નોંધાવ્યું છે.

જીયો ન્યુઝનાં એક અહેવાલ અનુસાર ઉજમાએ રવિવારે કહ્યુ કે, મારો પાસપોર્ટ મારી પાસેથી છિનવી લેવાયો. તેણે કહ્યું કે તે ભારત સુરક્ષીત પહોંચતા સુધી ભારત છોડવા નથી માંગતી. ઉલ્લેખનીય છે કે ઉજમાએ પાકિસ્તાનમાં એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા બાદ તુરંત જ ભારતીય હાઇકમિશ્નરની શરણ લીધી હતી. મહિલાનાં પતિનો આરોપ હતો કે તેને ભારતીય હાઇકમિશનરમાં પરાણે રોકી લેવાઇ હતી.

સમાચારો અનુસાર પાકિસ્તાની અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે ઉજમાએ પાકિસ્તાન યાત્રા માટે અજી કરી હતી તો તેણે પોતાનાં લગ્ન અંગે કોઇ માહિતી નહોતી આપી. પાકિસ્તાનનાં વિદેશ વિભાગનાં પ્રવક્તા નફીસ જકારિયાએ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું કે, ભારતીય હાઇકમિશ્નરે વિદેશ મંત્રાલયને જણાવ્યું હતું કે એક 20 વર્ષીય ભારતીય નાગરિક ઉજમા પરત ભારત આવવા માંગે છે અને તેના માટે તેણે આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું કે ભારતીય હાઇકમિશ્નરનાં અનુસાર ઉજમાએ અલી સાથે લગ્નનો દાવો કર્યો. ઉજમાએ ફરીથી આરોપ લગાવ્યો કે પછીથી તેને જાણ થઇ કે અલી પહેલાથી જ લગ્ન કરી ચુક્યો છે અને તેનાં ચાર બાળકો છે.

You might also like