ઇન્ડિયન વેલ્સની ક્વાર્ટર ફાઇનલમાં સાનિયા-બાર્બરાની જોડીનો પરાજય

નવી દિલ્હીઃ ભારતની મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા-બાર્બરાની જોડીને ઇન્ડિયન વેલ્સ ટેનિસ ટૂર્નામેન્ટની મહિલા ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ સાનિયા-બાર્બરાની સફર આ ટૂર્નામેન્ટમાં સમાપ્ત થઈ ગઈ છે.

સાનિયા-બાર્બરાની જોડીને સ્વિટ્ઝર્લેન્ડની માર્ટિના હિન્ગિંસ અને તાઇવાનની યુંગ યાન ચેલની જોડીએ એક કલાક અને ૨૦ મિનિટમાં પરાજય આપીને સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સ્વિટ્ઝર્લેન્ડની માર્ટિના હિન્ગિંસ અને તાઇવાનની યુંગ યાન ચેલે આ મુકાબલો ૬-૪, ૬-૪થી જીત્યો. અગાઉ ભારતની સાનિયાએ સ્વિટ્ઝર્લેન્ડની માર્ટિના સાથે જોડીને બનાવી સતત જીતનો રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ ક્વાર્ટર ફાઇનલમાં સાનિયાનો પોતાની જ ભૂતપૂર્વ જોડીદાર સામે પરાજય થયો હતો.
http://sambhaavnews.com/

You might also like