BCCI દ્વારા અમ્પાયરો માટે અનોખી ‘પાઠશાળા’

મુંબઈઃ ભારતમાં ક્રિકેટ અમ્પાયરોનો સ્તર વધારવા અને મેચ અધિકારીઓમાં સુધારો કરવાના લક્ષ્ય સાથે બીસીસીઆઇએ એક નવો આઇડિયા શોધી કાઢ્યો છે. હવે ભારતીય બોર્ડ એક અભિયાન પર કામ કરી રહ્યું છે, જેમાં તે પોતાના અમ્પાયરોને અંગ્રેજી ભાષા અને સંવાદની કળા શીખવશે.

અમ્પાયરો માટે બનાવવામાં આવેલી બીસીસીઆઇની આ અંગ્રેજી ‘પાઠશાળા’ની પહેલી બેચને ૧૨થી ૧૬ જુલાઈ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી, જ્યારે બીજી બેચ શરૂ પણ થઈ ગઈ છે, જે ૨૩ જુલાઈ સુધી ચાલશે. બીસીસીઆઇએ પોતાની વેબસાઇટ પર આ અંગેની જાહેરાત કરી છે. આ અંગ્રેજી પાઠશાળાનાે કોર્સ બ્રિટિશ કાઉન્સિલ અને આઇસીસીએ મળીને તૈયાર કર્યો છે. આ અભિયાન દરમિયાન અમ્પાયરોને એવું પણ શીખવવામાં આવશે કે કેપ્ટન અને ખેલાડીઓ સાથે કેવી રીતે સંવાદ કરવો અને થર્ડ અમ્પાયર સાથે કેવી રીતે ચર્ચા કરવી.

You might also like